ગુજરાત

ભાવનગર શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું, સર.ટી. હોસ્પિટલમાં દૈનિક ઓપીડી 1400એ પહોચી

ભાવનગર :
ભાવનગર શહેરમાં વાઈરલ ઇન્ફેકશન કેસ વધવા સાથે રોગચાળાએ માથું ઊંચક્યુ છે. સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. માત્ર સર. ટી. હોસ્પિટલમા જ છેલ્લા અઠવડીયાથી દૈનિક ઓપીડી 1400 એ પહોચી છે. સતત વાદળછાયા વાતાવરણના લીધે મચ્છરોનો ઉપદ્રવ ફેલાઈ રહ્યો છે. સર. ટી. હોસ્પિટલના દરેક વિભાગોની ઓપીડીમાં લાંબી લાઇનો જોવા મળી રહી છે. સર્જરીમાં 200 થી વધુ, ટીબીમાં 150ની ઓપીડી રહે છે. એકંદરે કોરોના ધીમો પડતાની સાથે વાતાવરણને અનુલક્ષીને તાવ, ઉધરસ, ઉલ્ટી, પેટના દુખાવા સહિતની બીમારીઓ વધી છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે રોગચાળો વધ્યો હોવાનું સ્વીકાર્યું છે. લોકોને ઉકાળેલું પાણી પીવું, વાસી ખોરાક ન લેવો તેમજ મચ્છરોથી બચવાની સલાહ અપાઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x