રાજ્ય મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ પૂર્વ થવાની આરે, જુઓ કોણ છે CSની રેસમાં આગળ?
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ પૂર્ણ થવાને આરે છે. 31 ઓગસ્ટ અનિલ મુકીમના કાર્યકાળનો છેલ્લો દિવસ છે.ત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવને લઈને અનેક નામ ચર્ચાઇ રહ્યા છે.
કોરોનાની કામગીરીને ધ્યાને રાખી વધારો હતો કાર્યકાળ
31 ઓગસ્ટે અનિલ મુકીમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, અત્યાર સુધીમાં સરકારે અનિલ મુકીમને મુખ્ય સચિવ પદ પર જાળવી રાખવા બે વખત એક્સટેન્શન પણ આપ્યું છે. મહત્વનું છે કે મુખ્ય સચિવ મુકીમના કાર્યકાળ દરમિયાન કોરોનાની લડત સારી રીતે પાર પડાઈ હતી. આથી જ સરકારે તેમણે અત્યાર સુધી જવાબદારી પર રાખ્યા હતા પણ 31 ઓગસ્ટે પૂર્ણ થતાં એક્સટેન્શનના કાર્યકાળ પછી હવે તેમની સચિવાલય માંથી વિદાય થઈ રહી છે.
CSની રેસમાં કોના નામ ચર્ચામાં?
રાજ્યના નવા મુખ્ય સચિવને લઈને અત્યારથી જ નામોની અટકળો તેજ થઈ છે, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારનું નામ CSની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા તેમજ અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાના નામોની પણ ચર્ચા થઈ રહી છે ત્યારે જોવું રહ્યું કે આગળના સમયમાં રાજ્ય સરકાર કોના પર મુખ્ય સચિવની પસંદગીનો કળશ ઢોળે છે. સચિવોના કામના અને અનુભવ આધારે મુખ્ય સચિવ પર પસંદગી ઉતારવામાં આવશે તે નકકી છે.