ગુજરાત

CM વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ” દેશમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર “

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani) શુક્રવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 માં શાસન સંભાળ્યું તે પહેલા દેશમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર હતી. રૂપાણીનાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે નવ દિવસના કાર્યક્રમ અંતર્ગત આયોજિત રોજગાર દિવસને (Employment Day) સંબોધવા સુરત પહોંચ્યા હતા. ત્યારે સુરતમાં એક સભાને સંબોધતા રૂપાણીએ જણાવ્યું હતું કે, 1995 માં ભાજપ સત્તામાં આવી તે પહેલા ગુજરાતમાં અગાઉની કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં સરકારી ભરતી પર પ્રતિબંધ હતા.

વધુમાં રૂપાણીએ દાવો કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં બે લાખથી વધુ લોકોને સરકારી નોકરી (Government Job)મળી છે અને મુખ્યપ્રધાને દેશમાં વધતી બેરોજગારી અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર ગણાવી હતી.

PM મોદીએ ગરીબી દૂર કરવા માટે નક્કર પગલાં લીધા

સીએમ રૂપાણીએ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, લોકો ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને (Javaharlal Nehru) કહેતા કે જો તેઓ સરકારી નોકરી આપી શકતા નથી, તો પછી નારા લગાવવાનું બંધ કરે. ઉપરાંત જણાવ્યું કે, સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબી દૂર કરવા અને રોજગારી પૂરી પાડવા માટે નક્કર પગલાં લીધા અને કૌશલ્ય વિકાસની (Development) પણ શરૂઆત કરી, જેથી લોકોને રોજગારી મળી શકે.

17 લાખ લોકોને ખાનગી નોકરી આપવામાં આવી : વિજય રૂપાણી

રૂપાણીએ સંબોધન દરમિયાન કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસના (Congress) શાસન દરમિયાન સરકારી ભરતી પર પ્રતિબંધ હતો અને મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મોદી સરકારે પ્રતિબંધ હટાવી લીધો. ઉપરાંત જણાવ્યું કે,અમારા નેતૃત્વમાં રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં બે લાખથી વધુ લોકોને સરકારી નોકરીઓ આપી છે. આ સિવાય છેલ્લા 5 વર્ષમાં આયોજિત 2,085 જોબ ફેર દ્વારા 17 લાખ લોકોને ખાનગી નોકરીઓમાં ભરતી કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x