ગુજરાત

ગુજરાત સરકાર શનિવારે ઉજવશે વિકાસ દિવસ, અમિત શાહ 1400 કરોડથી વધુના વિકાસ કામો અને વતન પ્રેમ યોજનાનું કરશે લોન્ચિંગ

ગુજરાત(Gujarat)  સરકાર શનિવારે તેના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ દિવસની ઉજવણી કરશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah)  1400 કરોડથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુયલી લોકાર્પણ કરશે. તેમજ તેની સાથે જ વતન પ્રેમ યોજનાનું પણ લોન્ચિંગ કરશે.

તા. ૭મી ઓગસ્ટ, ૨૦૨૧ શનિવાર ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભારતના ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે.

તેઓ વિકાસ દિવસે ‘‘વતનપ્રેમ’’યોજનાનો શુભારંભ પણ કરાવવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. ૩૮૨ કરોડના રપ હજાર આવાસોનું લોકાર્પણ અને રૂ. ૭૦૩ કરોડના ૪૬ હજાર આવાસનું ખાતમૂહર્ત થશે. આઇ.ટી.આઇ.ના રૂ. ૨૪૫ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થશે.

વિકાસ દિવસે રૂ. ૪૮૯ કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ, ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત રૂ. ૪૬૪ કરોડના બ્રિજનો લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી આવાસ યોજનાઓ(EWS/LIG સહિત)ના નિર્માણ પામેલા રૂ. ૩૨૩ કરોડના ૫૧૭૦ આવાસોનું ડ્રો/લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થશે. રૂ. ૨૮૬ કરોડના GEB ૨૧ સબ સ્ટેશનોનું લોકાર્પણ અને ૮ સબ સ્ટેશનનું ખાતમૂહર્ત અને રૂ. ૨૬૫ કરોડની ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ થશે.

આ દિવસે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨૫૫ કરોડના ૧૫૧ બસો, ૫ બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાશે. બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂ. ૧૫૩ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કરાશે. સૌની યોજના – વિકળીયાથી બોર તળાવ (ભાવનગર) ૫૩.૫૩૨ કિ.મી.ની રૂ. ૧૪૬ કરોડની પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૯૭ કરોડની ભાસરીયા – મહેસાણા પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૭૫ કરોડની માતપુરથી બ્રહમાણવાડા ઉદવહન પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હત અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂ. ૨૩ કરોડના બે બ્રિજનું લોકાર્પણ થશે. આમ કુલ આશરે રૂ. ૩૯૦૬ કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવશે.

વિકાસ દિવસે જિલ્લા દીઠ ૧ અને મહાનગર પાલિકા દીઠ ૧ મળીને કુલ ૪૧ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, લોકાર્પણ અને ખાતમુહર્તના સ્થળે મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમો યોજવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x