કોરોના મહામારીમાં ગરીબો માટે સરકારે શું કર્યું? જુઓ પ્રધાનમંત્રી મોદીએ શું જવાબ આપ્યો
80 કરોડ ભારતીયોને મફત અનાજ મળ્યું
પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારી દરમિયાન 80 કરોડ ભારતીયોને મફત અનાજ મળ્યું છે જેમાં મધ્યપ્રદેશના પાંચ કરોડ લોકોનો પણ સામેલ છે. કોરોના મહામારીને છેલ્લા 100 વર્ષની સૌથી મોડી હોનારત ગણાવતા મોદીએ કહ્યું કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, હાથ સેનિટાઈઝ કરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવું જોઈએ.
ભારતે પહેલી પ્રાથમિતા ગરીબોને આપી
પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના વાયરસને નાથવામાં તેની રણીનીતિમાં ભારતે પહેલી પ્રાથમિતા ગરીબોને આપી છે પછી તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હોય કે પ્રધાનમંત્રી રોજગાર યોજના હોય. કોરોના મહામારી શરુ થઈ તેના પહેલા દિવસથી અમે ગરીબોના ભોજન અને રોજગારીની ચિંતા કરી છે. પોતાની સરકારરની વોકલ ફોર લોકલ યોજના પર ભાર મૂકતા મોદીએ કહ્યું કે લોકોએ તહેવારો દરમિયાન હાથવણાટની વસ્તુઓ ખરીદવી જોઈએ જેથી કરીને હાથવણાટ સેક્ટરમાં કામ કરતા લોકોને પ્રોત્સાહન મળે.
મહામારીમાં ગરીબોને મફત ગેસ સિલિન્ડર પણ આપ્યાં
મોદીએ કહ્યું કે ફક્ત ઘઉં, ચોખા અને દાળ જ નહી પરંતુ 8 કરોડ ગરીબ પરિવારોને પણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવામાં આવ્યાં છે. 20 કરોડ મહિલાઓના જનધનખાતામાં લગભગ 30,000 કરોડ રુપિયા જમા કરવામાં આવ્યાં છે.