રાષ્ટ્રીય

પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપ્તો રીલીઝ કર્યો

પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રીલીઝ કર્યો છે. પીએમ કિસાન (PM Kisan)ના 9 મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે 2000 રૂપિયાનો હપ્તો પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રીલીઝ કર્યો છે. જેમાં ​PM કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi scheme)ના રજિસ્ટર્ડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાનો 9 મો હપ્તો જમા થયો છે.

પીએમ મોદીએ 9.75 કરોડ ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. આ તમામ ખેડૂતોના બેંક ખાતામાં 19,500 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ-કિસાન યોજના (PM Kisan Samman Nidhi scheme) હેઠળ લાયક લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે.

આ લાભાર્થીઓને આ રકમ 2000 રૂપિયાના 3 હપ્તામાં મળે છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં DBT મારફતે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

કોરોના સમયગાળામાં ખેડૂતોને મોટી મદદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ યોજના અંગે ખેડૂતો સાથે વાત કરી હતી. જેમાં ઓરિસ્સાના કટક જિલ્લાના નિયાલીના જોગેન્દ્ર નાથ દાસ ખૂબ આનંદ સાથે કહે છે કે અમારા જેવા દરેક જરૂરિયાતમંદ ખેડૂતને પીએમ કિસાન સન્માન નિધિથી ઘણો ફાયદો થયો છે. ખાસ કરીને કોરોના સમયગાળામાં તેનાથી ઘણી મદદ રહી છે.ગોવાના ખેડૂત પ્રતિભા રામ વેલીપીએ પીએમ મોદીને જણાવ્યું કે પીએમ કિસાનના હપ્તાઓને કારણે તે ખેતીની નવી પદ્ધતિઓનો પ્રયોગ કરી શક્યા છે.

PM કિસાન યોજના વિશે જાણો

આ યોજના ખેડૂતોને સીધી સહાય આપવા માટે ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 11.5 કરોડ લોકોને આ દ્વારા મદદ મળી છે.

શરૂઆતમાં, તેનો લાભ માત્ર નાના અને સીમાંત ખેડૂતો માટે જ ઉપલબ્ધ હતો, પરંતુ બાદમાં તે બધા માટે વિસ્તૃત કરવામાં આવ્યો છે. જો કે, આનો લાભ લેવા માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જે પૂર્ણ કર્યા પછી જ કોઈ તેનો લાભ લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોને નાણાંના 8 હપ્તા આપ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x