ગાંધીનગર

પંચદેવ મંદિરમાં કાલે વેક્સિનના હિંડોળા બનાવાશે, સાંજે 6:30 એ મહાઆરતી કરાશે

કોરોનાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. સરકાર દ્વારા વેક્સિન લેવા માટે નાગરિકોને અપીલ કરવામા આવતી હતી. હાલમા રાજ્યની મોટાભાગની જનતા વેક્સિન લઇને સુરક્ષિત બની છે. ત્યારે શહેરના સેક્ટર 22મા આવેલા પંચદેવ મંદિરે આગામી 15 ઓગસ્ટના રોજ વેક્સિનના હિંડોળાનુ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમા હજુ પણ અનેક લોકો કોરોના સામે સુરક્ષિત કરતી વેક્સિન લેતા ડર અનુભવી રહ્યાં છે. તેવા સમયે ગાંધીનગર શહેરના સેક્ટર 22મા આવેલા પંચદેવ મંદિર ખાતે આગામી 15 ઓગસ્ટના રોજ ભગવાનના વેક્સિનના હિંડોળાનુ આયોજન કરવામા આવ્યું છે.
મંદિરના પૂજારી નિલકંઠ શાસ્ત્રીએ આ બાબતે કહ્યુ હતુ કે, કોરોના વાઇરસનો કહેર હતો, ત્યારે લોકોને નાણા ખર્ચ કરીને પણ સારવાર માટે ફાફા મારવા પડતા હતા. તેવા સમયે જ્યારે શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યુ છે. ત્યારે વેક્સિનેશનમા જાગૃતિ લાવવાના આશય સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા 15 ઓગસ્ટના રોજ વેક્સિનના હિંડોળા કરવામા આવશે. જ્યારે સાંજે 6:30 વાગ્યાના અરસામા ભગવાનની મહાઆરતી કરવામા આવશે. આ હિંડોળા અને મહાઆરતીનો લાભ લેવા શહેરની ધર્મપ્રેમી જનતાએ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે. ધાર્મિક કાર્ય સાથે જનજાગૃતિની પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x