ગાંધીનગર

આજે મહાનગરપાલિકામાં કમિશનરનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર :

ગાંધીનગર મહાનગરપાલિકામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહાનગરપાલિકાના પ્રાંગણમાં કરવામાં આવનાર છે. જેમાં કમિશનર ડૉ.ધવલ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.

આ વખતે ગાંધીનગર મહાપાલિકા દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય દિન કાર્યક્રમમાં પ્રથમવાર મેયર નહિ પરંતુ મ્યુનિસિપલ કમિશનરના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. કારણકે, ચૂંટાયેલી બોડીની મુદત પુરી થઈ ગઈ છે. અને ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી હજુ યોજાઈ નથી. આથી મેયર સહિત એકપણ પદાધિકારી કે નગરસેવકો વગર આ વખતે દેશના સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે.

ગાંધીનગર જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ આજે દહેગામ ખાતે યોજવામાં આવશે જેમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જ્યારે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન યોજાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x