રાજ્યમા માસ પ્રમોશન બાદ લર્નિગ લોસ જાણવા આજથી ધોરણ 11ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી
આજથી ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે નિદાન કસોટીનો પ્રારંભ થઈ ગયો છે. કોરોના કાળમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓના અભ્યાસમાં લર્નિગ લોસ જાણવા માટે આ નિદાન કસોટી લેવામાં આવી રહી છે. જેમાં ધોરણ 10ના વિષયો આધિરિત પેપર તૈયાર કરાયું છે. 17 અને 18 ઓગસ્ટ દરમિયાન ધોરણ 11ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમજ 31 ઓગસ્ટ સુધીમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે મહત્વનું છે કે સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં વિદ્યાર્થીઓના માર્ક અપલોડ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સુચન કરવામાં આવ્યું છે.
ધો-11ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી
આ અગાઉ શિક્ષણ વિભાગએ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર નિદાન કસોટી માલલે DEOને સૂચન અને આદેશ આપ્યા હતા. આજથી નિદાન કસોટી યોજાઈ રહી છે ત્યારે નિદાન કસોટીના પ્રશ્નપત્રો www.gseb.org વેબસાઈટ પર મૂકવામાં આવશે. 17 થી 18 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ કસોટી આપશે જેમાં રોજનું એક પેપર લખશે.
31 ઓગસ્ટ સુધીમાં પરિણામ તૈયાર કરાશે
31 ઓગસ્ટ સુધીમાં શાળાએ નિદાન કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. તેમજ સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે માર્કસ અપલોડ કરવાના રહેશે. મહત્વનું છે કે નિદાન કસોટીના પ્રશ્નો ધોરણ 10ના અભ્યાસ ક્રમ આધારિત રાખવામાં આવ્યા છે જેથી માસ પ્રમોશન મળ્યા બાદ વિદ્યાર્થીઓમાં કેટલું લર્નિગ લોસ થયું છે તે જાણા શકાય ઉલ્લેખનીય છે કે, અગાઉ ધોરણ 9, 10 અને 12 ની નિદાન કસોટી યોજવામાં આવી હતી.