ભાજપના સાંસદ સ્વામીએ મોદી સરકારને આપી ચેતવણી: ચીન, તાલિબાન અને પાકિસ્તાન સાથે મળી ભારત પર હુમલો કરશે
અફઘાનિસ્તાનમાં સત્તા બદલાઈ ગયા બાદ ચીને તેના રંગ દેખાડવાના શરૂ કરી દીધા છે. ચીને તાલિબાન સાથે મિત્રતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેના કારણે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને ટ્વીટ કરીને ચેતવણી આપી છે. ટ્વીટમાં તેમણે કહ્યું છે કે જો આવું થયું તો 1 વર્ષ બાદ તાલિબાન સાથે મળીને પાકિસ્તાન અને ચીન ભારત પર હુમલો કરી શકે છે.
ટ્વીટર પર કરી પોસ્ટ
સુબ્રમણ્યમ સ્વામીએ તેમની પોસ્ટમાં એવો ઉલ્લખ કર્યો છે કે તાલીબાન પહેલા વર્ષે એવા લોકોને સરકારમાં શામેલ કરશે કે જેઓ ઉદારવાદી છે. જેથી તાલિબાન પર કટ્ટરપંથીઓનું રાજ પહેલા રહેશે. વધુંમાં તેમણે એવું કહ્યું કે એક વર્ષમાં તાલિબાનનું રાજ સક્રિય થશે ત્યારબાદ પાકિસ્તાન અને ચીન તાલીબાન સાથે મળીને ભારત પર હુમલો કરી શકે છે.
યુઝર્સે તેમની પ્રતિક્રીયા આપી
ભાજપ સાસંદની આ ટ્વીટને લઈને એક યુઝરે તો એવી કોમેન્ટ કરી હતી કે જો ભારતનું નેતૃત્વ આ પરિસ્થિતીનો સામનો નથી કરી શકતું તો પદ પરથી હટી જવું જોઈએ. સાથેજ આ ટ્વીટને લઈને લોકોએ મોદી સરકાર પર ભારે ટિપ્પણીઓ કરી છે.
સરકારે કઈક કરવું જોઈએ : સુબ્રમણ્યમ સ્વામી
ગત રવિવારે સુબ્રમણ્યમ સ્વામીએ સમગ્ર પરિસ્થિતીને અનુલક્ષીને એવું કહ્યું હતું કે પાકિસ્તાનને કારણે તાબિબાન આગળ વધી રહ્યું છે. ચીને તેને ભડકાવી રહ્યું છે. અમેરિકા પહેલાથી હથિયાર સપ્લાય કરવા લાગ્યું છે. જેથી સમગ્ર મામલે તેમણે કહ્યું હતું કે મોદી સરકારે હવે કઈક કરવું જોઈએ.
અફઘાનિસ્તાનની હાલ સૌથી ખરાબ
ઉલ્લેખનીય છે કે ચીન અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે મિત્રતા કરવા તૈયાર થઈ ગયું છે. થોડાક દિવસો પહેલા ચીનના વિદેશ મંત્રીએ પણ તાલિબાની નેતા સાથે મુલાકાત લીધી હતી. અફઘાનિસ્તાનની સરકાર પાડી દેવામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો હાથ માનવામાં આવી રહ્યો છે. સાથેજ ઈમરાન ખાન અને ચીનની મિત્રતા કોઈનાથી છૂપાયેલી નથી. જોકે હાલ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતી એટલી ખરાબ છે કે ત્યાના નાગરીકો તેમનોજ દેશ છોડીને ભાગી રહ્યા છે.