તાલિબાન પર સોશિયલ મીડિયા અટેક : વ્હોટ્સએપ ખાતા થશે બ્લોક, ફેસબુક અને યૂટ્યૂબ પર પ્રતિબંધ
ફેસબુકે ‘ડેન્ઝરસ ઓર્ગેનાઈઝેશન પોલિસીઝ’ હેઠળ તાલિબાનની તમામ સેવા બંધ કરી
કંપનીએ કહ્યું કે તે તાલિબાનના વોટ્સએપ ખાતા પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છે. કેમ કે તે આને આતંકવાદી સંગઠન માને છે. મેસેજિંગ પ્લેટફોર્મ પર તાલિબાનને રોકવા માટે ફેસબુક અફઘાનિસ્તાનના જાણકારોની મદદ લેશે. ફેસબુકે તાલિબાનને ‘ડેન્ઝરસ ઓર્ગેનાઈઝેશન પોલિસીઝ’ હેઠળ પોતાની તમામ સેવાઓ પર બેન લગાવી દીધો છે. કંપનીના આ પગલાનો તાલિબાને વિરોધ કર્યો છે.
તાલિબાન આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત- ફેસબુકમીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ કહ્યું કે અમેરિકન કાયદા હેઠળ તાલિબાન આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત છે. આના ચાલતા કંપનીએ અમેરિકન પ્રતિબંધોને માનવા પડશે. એએફપીને આપેલા એક ઈન્ટર્વ્યૂહમાં ફેસબુકે કહ્યું કે આમાં એ ખાતાઓ પર પ્રતિબંધ લગાવવાનો પણ સામેલ છે જે ખુદ તાલિબાનના સત્તાવાર ખાતા તરીકે પ્રસ્તુત કરે છે. અમે અમેરિકન અધિકારીઓ પાસેથી અફઘાનિસ્તાનના બદલાયેલી સ્થિતિ અંગેની વધારે જાણકારી માંગી રહ્યા છીએ.
તાલિબાનના વખાણ,સમર્થન અને પ્રતિનિધિત્વ પર પ્રતિબંધ લગાવશે ફેસબુક
કંપનીએ કહ્યું આનો મતલબ છે કે અમે તાલિબાન અથવા તેમની તરફથી બનાવવામાં આવેલા ખાતાઓને હટાવશું અને તેમના વખાણ,સમર્થન અને પ્રતિનિધિત્વ પર પ્રતિબંધ લગાવશું. ફેસબુકે જણાવ્યું છે કે નીતિ તૈયાર કરવા માટે દરી અને પશ્તો બોલનારા જાણકારોની મદદ લઈશું. સાથે કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યુ છે કે નીતિ તેમના તમામ પ્લેટફોર્મ્સ પર લાગૂ થશે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું આવ્યું છે તાલિબાન
ભાષા અનુસાર ફેસબુકે કહ્યું છે કે તેમના મંચ પર તાલિબાન અને તેમનુ સમર્થન કરનારી સામગ્રીને પ્રતિબંધિત કરી દેવામાં આવશે. કેમ કે તે આ ગ્રુપને આતંકવાદી સંગઠન માને છે. કંપનીનું કહેવું છે કે તેમની પાસે વિદ્રોહી ગ્રુપોથી સંબંધિત સામગ્રી પર નજર રાખવા અને તેને હટાવવા માટે અફઘાન વિશેષજ્ઞોની એક સમર્પિત ટીમ છે. વર્ષોથી તાલિબાન પોતાનો સંદેશ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરતું આવ્યું છે.
યૂટ્યૂબે પણ ખાતા બંધ કર્યા
મીડિયા રિપોર્ટ અનુસાર તાલિબાનના પ્રવક્તાએ ફેસબુક તરફથી કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. ફેસબુક ઉપરાંત આલ્ફાબેટ કંપનીના યૂટ્યૂબે પણ તે ખાતાઓ પર પર પ્રતિબંધ લગાવ્યો છે જે તાલિબાન અથવા તેમના તરફથી સંચાલિત મનાઈ રહ્યા હતા.