શું તમે વજન ઘટાડવા માગો છો ? તો એના માટે ભૂખ્યા ન રહો, જાણો 5 ટિપ્સ
જો તમે વજન ઘટાડવા માગો છો અને તેના માટે તમારી ભૂખ મારો છો તો હવે તે કરવાની જરૂરિયાત નથી. તમે કેલરી ઓછી કરીને પણ વજન ઘટાડી શકો છો. હેલ્થ લાઈન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે, દરરોજ જેટલી કેલરી લેતાં હોઈએ તેમાંથી 500 કેલરી એક અઠવાડિયાં સુધી ઓછી કરવાથી 400 ગ્રામ વજન ઘટાડી શકાય છે. તમારો કેલરી ઈન્ટેક ઓછો કરવા માટે ટિપ્સ ફોલો કરો…
ભૂખ્યા રહ્યા વગર આ રીતે કેલરી ઘટાડો
પાણીની માત્રા વધારો: નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, દરરોજ આશરે 2 લિટર પાણી પીવાથી વધારાની 96 કેલરી બર્ન કરી શકાય છે. ઘણાં રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે પાણી તમારું વજન કન્ટ્રોલ કરે છે.
પ્રોટીન વધારે લો, તે પાચન સુધારે છે: પબમેડ સેન્ટ્રલમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, પ્રોટીન મેટાબોલિક રેટ વધારવાની સાથે ભૂખ પણ ઓછી કરે છે.
લિક્વિડ કેલરી ઓળખો: મગજ લિક્વિડના રૂપે લેવામાં આવતી કેલરીને સરળતાથી ઓળખી શકતું નથી. સોડા, જ્યુસ, ચોકલેટ, મિલ્ક અને બીજા વધારે સુગરવાળા પીણાંથી શરીરમાં વધારે કેલરી પહોંચે છે. તેનાથી બચો.
મહિલાઓએ 2000 અને પુરુષોએ 2600 કેલરીની જરૂર: અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનાં જણાવ્યા પ્રમાણે, 26-50 વર્ષની એવરેજ એક્ટિવ મહિલાને વજન મેન્ટેન કરવા એવરેજ રોજ 2000 કેલરીની જરૂર પડે છે. જ્યારે એક એવરેજ એક્ટિવ 26-45 વર્ષના પુરુષને આશરે રોજ 2600 કેલરી જોઈએ.
મેદસ્વિતા સાથે જોડાયેલી આ 5 વાતો તમને ખબર હોવી જોઈએ
1. માત્ર વજન વધવું મેદસ્વિતા નથી
મુંબઈના જસલોક હોસ્પિટલના કન્સ્ટલટન્ટ બેરિયાટ્રિક સર્જન ડૉ. સંજય બોરુડેના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતા ત્રણ રીતે ચેક કરી શકાય. પ્રથમ રીતમાં શરીરમાં ફેટ, મસલ્સ, હાડકાં અને બોડીમાં હાજર પાણીનું વજન માપવામાં આવે છે. બીજું બોડી માસ ઇન્ડેક્સ. ત્રીજી રીતમાં નિતંબ અને કમરનું કદ જોવામાં આવે છે. આ તપાસથી ખબર પડે છે તમે સ્થૂળ વ્યક્તિ છો કે નહિ.
2. તે રોગોનું મૂળ છે
સામાન્ય ભાષામાં કહીએ તો મેદસ્વિતા એ મોટાભાગના રોગોનો પાયો છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો અને કેન્સરનું કારણ ચરબી છે. ફેટ જ્યારે વધે છે તો એ શરીરના દરેક ભાગમાં વધે છે. ચરબીમાંથી નિકળતા હોર્મોન નુકસાન પહોંચાડે છે. તેથી, શરીરના દરેક અવયવો તેનાથી પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે, સ્વાદુપિંડનું ફેટ ડાયાબિટીસ, કિડનીનું ફેટ બ્લડ પ્રેશર, હૃદયની આસપાસ જમા થયેલી ચરબી એ હૃદયરોગનું કારણ બને છે.
3. મેદસ્વિતા બે રીતે વધે છે
મેદસ્વિતા બે કારણોસર વધે છે. પહેલું જિનેટિકલી એટલે કે ફેમિલી હિસ્ટ્રીમાંથી મળતી મેદસ્વિતા છે. બીજું, બાહ્ય કારણોને લીધે વધતી મેદસ્વિતા છે. ઉદાહરણ તરીકે, એવો ખોરાક વધુ લેવો જે તળેલો હોય અથવા વધારે કેલરીયુક્ત હોય. જેમ કે, ફાસ્ટ અને જંક ફૂડ. સિટીંગ જોબ ધારવતા લોકોમાં કેલરી બર્ન ન થવી એ પણ મેદસ્વિતાનું કારણ છે.
4. તેને ઘટાડવાના સરળ ઉપાયો સમજો
દરરોજ 30 મિનિટનું વોકિંગ, સીડી ચઢવી, રાત્રે હળવો ખોરાક લેવો અને ઘરના કામ કરીને પણ મેદસ્વિતા સરળતાથી ઘટાડી શકાય છે. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે, આ શરીર સાથે મગજ માટે પણ નુકસાનકારક છે.
5. આહારમાં થોડો ફેરફાર કરો
નાસ્તામાં ફણગાવેલાં અનાજ ખાઓ. એટલે કે મગ, ચણા અને સોયાબીનનું સેવન વધુ કરો. આ કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોનું શરીરમાં પ્રમાણ વધે છે. આહારમાં સિઝનલ લીલા શાકભાજીનો સમાવેશ કરો. વધુ ફેટવાળું દૂધ, માખણ અને પનીરનું સેવન કરવાનું ટાળો.