રમતગમત

અફઘાનિસ્તાન vs પાકિસ્તાન વન ડે સિરીઝ કરાઈ રદ, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતીને લઇને કરાયો નિર્ણય

અફઘાનિસ્તાનમાં હાલમાં પરિસ્થીતી વિકટ છે. આવા સમયે હવે અફઘાનિસ્તાન ક્રિકેટ (Afghanistan Cricket )નુ ભવિષ્ય પણ પ્રભાવિત થઇ રહ્યુ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Afghanistan vs Pakistan) વચ્ચે રમાનારી વન ડે શ્રેણી (ODI series) ટાળી દેવામાં આવી છે. આ સિરીઝનો પ્રારંભ 3 સપ્ટેમ્બરે શ્રીલંકામાં થનારો હતો. શ્રીલંકા (Sri Lanka) ના હંમ્બનટોટા શહેરમાં રમાનારી આ સિરીઝનુ આયોજન હાલમાં સ્થગીત કરી દેવામાં આવ્યુ છે. જે હવે આગામી વર્ષે આયોજીત થાય તેવા સંકેત નજર આવી રહ્યા છે.

બંને દેશોના ક્રિકેટ બોર્ડની સહમતિ બાદ સિરીઝને સ્થગીત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સિરીઝને ફરી થી શરુ થવા અંગે પણ અનિશ્વિતતા મનાઇ રહી છે. હાલમાં આ દ્રીપક્ષીય સિરીઝ અંગે તારીખોને લઇને કોઇ વિચાર કરવમાં આવ્યો નથી. પાકિસ્તાન સામેની આ વન ડે સિરીઝને અફઘાનિસ્તાનની ઘરેલુ સિરીઝના રુપમાં જોવામાં આવી રહી છે.

વર્તમાન પરિસ્થીતીઓને લઇને અફઘાનિસ્તાનમાં ખેલાડીઓની માનિસક અસ્થિીરતા આ સિરીઝને લઇને ટાળવાનુ મોટુ કારણ છે. જેને લઇને બંને દેશના બોર્ડ સિરીઝને ટાળી દેવા માટે એકમત થયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના CEO હામિદ શિનવારી એ એક મીડિયા રિપોર્ટસમાં કહ્યુ હતુ, તે પાકિસ્તાન થી સિરીઝ રમવા ઇચ્છતા હતા. જોકે અફઘાનિસ્તામાં સર્જાયેલી વર્તમાન સ્થિતીને જોતા તેને ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. આ મુશ્કેલ સ્થિતીમાં શ્રીલંકામાં રવાના થવુ આસાન નહોતુ. તેમજ અમારા ખેલાડીઓ પણ તે માટે તૈયાર નહોતા.

અફઘાનિસ્તાન સામે આ મુશ્કેલીઓ તોળાઇ હતી

અફઘાનિસ્તાન પર તાલિબાન (Taliban) ના કબ્જા બાદ કાબુલથી કોઈ કોમર્શિયલ ફ્લાઈટ ઉપડતી નથી. આ સિવાય કોરોનાના વધતા જતા કેસોને જોતા શ્રીલંકાએ શુક્રવારે 10 દિવસના લોકડાઉનની પણ જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાંસ અફઘાનિસ્તાનની ટીમે પહેલા બાય રોડ પાકિસ્તાન, ત્યાંથી દુબઈ અને પછી કોલંબો જવાનું હતું. પરંતુ કોરોના પ્રોટોકોલની દ્રષ્ટિએ આવો મુશ્કેલ માર્ગ અપનાવવો મોટો પડકાર હતો.

અફઘાનિસ્તાનની ઘરેલુ સિરીઝ, હવે ટળી ગઇ

આ શ્રેણી અફઘાનિસ્તાનની હોમ સિરીઝ હતી, જે આમ તો UAE માં રમવાની હતી. મીડિયા રિપોર્ટનુસાર, UAE ની યોજના નિષ્ફળ ગયા બાદ PCB એ તેને શ્રેણીનું આયોજન કરવા માટે એક સ્થળ આપવાનો પણ નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન સામેની શ્રેણી માટે અફઘાનિસ્તાનની 17 સભ્યોની ટીમ કાબુલમાં એકઠી થઈ હતી અને પ્રેક્ટિસ પણ શરુ કરી હતી.

આ શ્રેણી માટે પાકિસ્તાન ટીમની જાહેરાત 21 ઓગસ્ટના રોજ થવાની હતી, જે શ્રેણીને લઈને શંકાઓને જોતા વિલંબિત થઈ હતી. જો કે તે ચોક્કસપણે નક્કી કરવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનના 4 મહત્વના ખેલાડીઓ, શાહીન આફ્રિદી, હસન અલી, બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને આ શ્રેણીમાંથી આરામ આપવાનો હતો. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ખેલાડીઓને આ આરામ આપવામાં આવનાર હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x