ગાંધીનગરગુજરાત

ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા અને સૌની યોજનાંથી ખાલી ડેમ ભરવા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું

ભેસાણ :
આજરોજ ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સીએમ કૃષિ સહાય યોજના અંતર્ગત ભેસાણ તાલુકાના ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા બાબતે અને સૌની યોજનાં લિંક ૪ દ્વારા ભેસાણ વિસાવદરનાં ખાલી ડેમ ભરી ખેતી અને ખેડૂતોને ઉગારી લેવા બાબતે આજરોજ ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભેસાણ મામલતદાર મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપ્યું હતું. આ તકે તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વજૂભાઈ મોવલિયા ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઇ ત્રાપસિયા તેમજ ભેસાણ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન રામજીભાઇ ભેંસાણીયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રવજીભાઈ ઠુમર કારોબારી ચેરમેન દિલુભાઈ વાંક તાલુકા પંચાયત સદસ્યો જયદીપભાઈ શીલુ આશિષભાઈ ભુવા રાજુભાઇ ભેંસાણીયા વિસાવદર ભેસાણ યુથ કોંગ્રેસ પ્રમુખ લલિતભાઇ છેલડીયા N.S.U.I ભેસાણ તાલુકા પ્રમુખ મીતિનભાઈ રીબડીયા યુવા આગેવાન શૈલેષભાઈ સાવલિયા બક્ષીપંચ સેલ પ્રમુખ ભુપતભાઈ વાજા પ્રદેશ ડેલીગેટ વજૂભાઈ સૈયાગોર સરપંચ સુરેશભાઈ વઘાસીયા તેમજ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x