ભારતના પ્રથમ પ્લેટિનમ રેડેટ સિટી તરીકે ગાંધીનગરના ગિફ્ટ સિટીને માન્યતા મળી
ગાંધીનગર :
ભારતના એકમાત્ર ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી), ગિફ્ટ સિટીને સીઆઇઆઇ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) તરફથી ગિફ્ટ સિટીના પ્રથમ તબક્કાના વિકાસ માટે ગ્રીનર માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન તથા અમલીકરણ માટે ગ્રીન સિટીઝ પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.
ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે કે જેણે આઇજીબીસી ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગ મેળવ્યાં છે. ભારતીય અને વૈશ્વિક કંપનીઓ ગિફ્ટ સિટીને તેમના પર્યાવરણ અને ટકાઉપણાના લક્ષ્યાંકો સાથે આદર્શ ડેસ્ટિનેશન ગણે છે.
ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પ્રોજેક્ટમાં અપનાવાયેલી વિવિધ પહેલોને માન્યતા આપે છે, જેમાં શહેરમાં એકીકૃત જમીનનો ઉપયોગ, કોમ્પેક્ટ સિટી ડેવલપમેન્ટ, 35 ટકા જાહેર અને ખુલ્લો વિસ્તાર, વાસ્તવિક આવાસ, બીઆરટીએસ સાથે પરિવહનલક્ષી વિકાસ, …