ચોટીલા ડુંગર પર થયો એક ચમત્કાર, જે અત્યાર સુધી પહેલા કોઈ દિવસ નથી જોવા મળ્યો.
ગુજરાતમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. આ બધા મંદિરો પાછળ કંઈકને કઈં રહસ્ય હોય છે, અને તેથી જ ભક્તો દૂર દૂરથી આ મંદિરોમાં દર્શન કરવા માટે આવે છે. અહીંયા દર્શન કરવાથી જ બધા ભક્તોની મનોકામના ભગવાન પુરી કરતા હોય છે. તેવું જ મંદિર ચામુંડામાતાનું ચોટીલામાં આવેલું છે.આ મંદિરમાં જન્માષ્ટમી ના દિવસે અનોખી ઘટના બની હતી. ચોટીલા મંદિરમાં ચામુંડામાતાના દર્શન કરવા માટે જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા, ત્યારે આ મંદિરમાં ભક્તો મંદિરના પગથિયાં ચડી રહ્યા હતા.
એવામાં એક ગર્ભવતી મહિલા પણ ત્યાં હતી અને આ ગર્ભવતી મહિલાએ મંદિરના પગથિયાં ચડતા ચડતા જ એક બાળકીને જન્મ આપ્યો હતો, અને એ પછી તેને હોસ્પિટલમાં લઇ જવાય હતા અને બંને એકદમ સ્વસ્થ છે.
આથી એકસો આઠની ટીમે એવું કહ્યું હતું કે, આ મહિલા ચોટીલા મંદિરના ડુંગર પર ચડી રહ્યા હતા ત્યરે તેમને દીકરીને જન્મ આપ્યો હતો.આથી આજે પણ ચોટીલામાં આવેલા ચામુંડમાતા સાક્ષાત ચમત્કાર આપે છે અને ભક્તોના દુઃખો દૂર કરીને જીવનમાં સુખ અને શાંતિ ભરી દે છે.