આરોગ્યરાષ્ટ્રીય

કોરોના વેક્સિનને અસલી છે કે નકલી કેવી રીતે ઓળખશો? જાણો સરકારે શુ જાહેર કરી ગાઈડલાઈન્સ

ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ નકલી કોરોના વેક્સિન લગાવવાની ઘટનાઓ પણ સામે આવી છે. આવી ઘટનાઓ પર લગામ કસવા માટે સરકાર પ્રશાસન ઉપરાંત સામાન્ય લોકોને પણ જાગૃત કરી રહી છે. ભારતમાં લગાવાઈ રહેલી કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-વીની અસલીયત કેવી રીતે પારખવી તે માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

સામાન્ય લોકો ભલે વેક્સિન અસલી છે કે નકલી તે અંગે જલ્દી ન સમજી શકે પરંતુ વેક્સિન ઉપલબ્ધ કરાવવાનું કામ જોઈ રહેલા પ્રશાસનના લોકોને વર્તમાન ગાઈડલાઈન્સથી ચોક્કસ મદદ મળશે. એડિશનલ સચિવ મનોહર અગનાનીએ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોના તમામ એડિશનલ મુખ્ય સચિવો અને પ્રધાન સચિવો (સ્વાસ્થ્ય)ને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વેક્સિનના ઉપયોગ પહેલા તેને સાવધાનીપૂર્વક પ્રમાણિત કરવાની જરૂર છે. સાથે જ અસલી કોરોના વેક્સિન કેવી રીતે ઓળખવી તે પણ જણાવવામાં આવ્યું છે.

કોવિશીલ્ડ માટેઃ 

– સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાનું લેબલ, એસઆઈઆઈ લેબલ ઘાટા લીલા રંગનું હશે

– ઘાટા લીલા રંગની એલ્યુમિનિયમ ફ્લિપ-ઓફ સીલ હશે

– બ્રાન્ડનું નામ OVISHIELD ટ્રેડમાર્ક સાથે લખ્યું હશે

– જેનરિક નામનું ટેક્સ્ટ ફોન્ટ બોલ્ડ અક્ષરોમાં નહીં હોય

– CGS NOT FOR SALE પ્રિન્ટ હશે

કોવેક્સિનની ઓળખ માટેઃ 

– લેબલ પર દેખાય નહીં તેવું (અદૃશ્ય) UV હોલિક્સ હશે જે ફક્ત UV લાઈટ્સમાં જ જોઈ શકાય

– COVAXINનો ‘X’ બે રંગોમાં હશે. તેને ગ્રીન ફોઈ ઈફેક્ટ કહે છે.

સ્પુતનિક-વી વેક્સિન આવી રીતે ઓળખોઃ 

– સ્પુતનિક-વી રૂસના 2 અલગ અલગ પ્લાન્ટથી આયાત થાય છે માટે તેના લેબલ અલગ અલગ મળશે

– લેબલ પર આપવામાં આવેલી જાણકારી અને ડિઝાઈન તો એકસરખી હશે, બસ પ્લાન્ટનું નામ અલગ અલગ હશે

– અત્યાર સુધી જે સ્પુતનિક-વી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x