ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકારનાં કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો કર્યો વધારો

ગાંધીનગર :

તાજેતરમાં ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને હવેથી 28 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે, જે અગાઉ 17 ટકા આપવામાં આવતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ- કોન્ફરન્સમાં આ બાબતની જાહેરાત કરી હતી.

સપ્ટેમ્બર માસના પગારથી લાભ મળશે

રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શરોને ખુશખબર આપવામાં આવી છે. ગુજરાત સરકારે એકસાથે 11 ટકાના વધારે સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું છે. આ લાભ તેમને સપ્ટેમ્બર માસના પગારથી જ મળશે.

કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકાર

નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી એનો અમલ શરૂ કરી દીધો છે, ત્યારે પ્રણાલી અનુસાર, ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

નાણાં વિભાગે 28 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું

તેમણે આગળ કહ્યું હતું કે ગુજરાત સરકાર પણ હંમેશાં અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, તથા પેન્શરોને ચૂકવતું હોય છે. અત્યારસુધી આ લોકોને 17 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં 11 ટકાના વધારા સાથે 28 ટકાનું મોંઘવારું ભથ્થું મંજૂર કર્યું છે, ત્યારે આજે નાણાં વિભાગમાંથી અમે નિર્ણય કર્યો છે અને મુખ્યમંત્રી દ્વારા પણ એની મંજૂરી આપવામાં આવી છે. એ મુજબ ગુજરાત સરકાર પણ ભારત સરકારના ધોરણે મોંઘાવારી ભથ્થું આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x