ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, નવી તારીખ જાણવા અહીં કરો ક્લિક
IT Returns દાખલ કરવાની તારીખ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલયે કહ્યું કે, વ્યક્તિગત કરાદાતાઓ માટે નાણાકીય વર્ષ 2021-22ના ઈન્કમ ટેક્સ રિટર્ન(IT Returns) ભરવાની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે.
નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2021 ની સામાન્ય સમયમર્યાદાથી પહેલાથી 30 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દેવામાં આવી હતી. શરૂઆતથી અવરોધો અને અન્ય સમસ્યાઓને ધ્યાને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફોસિસ (નવી આવકવેરા ટેક્સપોર્ટલ બનાવનારી કંપની) ને તમામ સમસ્યાઓને ઉકેલવા માટે 15, સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપ્યો હતો.