11 સપ્ટેમ્બરે PM મોદી સરદારધામનું કરશે ઈ- લોકાર્પણ, જાણી લો સરદારધામની સવલતો
અમદાવાદમાં શનિવારે પાટીદાર સમુદાયના વિશાલ સંકૂલ એવા સરદાર ધામનો ઈ-લોકાર્પણ થશે. અતિઆધુનિક સુખ-સુવિધાઓ ધરાવતા સરદારધામનો ઈ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થશે. અંદાજે 7 લાખ 19 હજાર સ્ક્વેર ફિટમાં નિર્માણ પામેલા સરદાર ધામના ઈ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા,પરેશ ધાનાણી સહિતના સૌરાષ્ટ્ર-સુરતના દિગ્ગજ પાટીદારો આ પ્રસંગ શોભાવશે.
એક હજારથી વધુ વિધાર્થીઓ રહી શકશે
અમદાવાદમાં પાટીદાર વિદ્યાર્થીઓને અભ્યાસની ઉચ્ચ સગવડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે પૂરતું માર્ગદર્શન મળી રહે ઉપરાંત આર્થિક રીતે નબળાં યુવક-યુવતીઓને પણ અભ્યાસ માટે પરવડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર ધામમાં 1000થી વધુ વિધાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ-ભોજન વ્યવસ્થાથી સજ્જ સરદાર ધામમાં 900 વિધાર્થીઓની ક્ષમતાવાળી ઈ-લાયબ્રેરી ઉપરાંત જીમની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગરીબ વિધાર્થીઓ માટે મોટી રાહત
સરદાર ધામમાં જ UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.વિધાર્થીઓ અને ખાસ કરીને તેમના વાલીઓ માટે, રૂપિયા 2 લાખની આવક ધરાવતા વિધાર્થી માટે ફીનું ધોરણ 20 હજાર,અને 2 લાખથી ઓછી આવક ધરાવતા વિધાર્થીની ફી રૂપિયા 10 હજાર રહેશે.ગરીબ વિધાર્થીઓ માટે માત્ર્રા 1 રૂપિયો ટોકન ફી તો વિધાર્થીનીઓ માટે પણ આ જ પદ્ધતિથી ફીનું ધોરણ નક્કી કરાયું છે.
શ્રેષ્ઠીઓની પહેલ
છેલ્લા ચાર વર્ષથી પાટીદાર સમાજના આગેવાનો-શ્રેષ્ઠીઓ ભાવી પેઢીના બહ્ન્તર-ગણતર માટે ચિંતિત હતા. એક એવું સંકૂલ જ્યાં સમાજના વિધાર્થી/વિધાર્થીનીઓ નિશ્ચિંત રીતે અભ્યાસ કરી શકે, ગુણવતાસભર ભોજન- નિવાસ,વાંચનની સુવિધા ઉપરાંત આધુનિક લાયબ્રેરી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર માટે સંકૂલની બહાર નાં જવું પડે તેવું આયોજન કરાઈ રહ્યું હતું. પાટીદાર સમાજના ‘ઘર દીવડાં’એ આ સંકલ્પ પૂર્ણ કરી સમાજની એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ માત્ર ગુજરાત જ નહિ પણ દેશ-વિદેશમાં આપ્યું છે.