આંતરરાષ્ટ્રીય

મહિલા શિક્ષકોને જીન્સ પહેરવા પર પ્રતિબંધ, પુરુષ શિક્ષકો પણ જીન્સ અને ટી-શર્ટ પહેરી શકશે નહિ, જાણો વધુ

તાલિબાનની જેમ પાકિસ્તાને પણ મહિલાઓ અને પુરુષોના પહેરવેશ પર પ્રતિબંધ લગાવવાનો શરૂ કર્યો છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ફેડરલ ડીરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન(FDE)એ એક સુચના બહાર પાડીને મહિલા શિક્ષકોના જીન્સ અને ચુસ્ત કપડા પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય પુરુષોના પહેરવેશ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય પુરુષ શિક્ષકોના જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

પાકિસ્તાનના શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા
પાકિસ્તાનના ફેડરલ ડીરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને(FDE) એક સુચના બહાર પાડીને મહિલા શિક્ષકોના જીન્સ અને ચુસ્ત કપડા પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય પુરુષ શિક્ષકોના જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પણ પ્રતિબંધ લગાવવાની પણ માહિતી આપી છે. એક રિપોર્ટ મુજબ આ અંગે શિક્ષા નિર્દેશકે સોમવારે સ્કુલ અને કોલજોના આચાર્યોને એક પત્ર મોકલ્યો છે. આ અંગે પત્રમાં આચાર્યને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક સ્ટાફ તેમનો યોગ્ય પહેરવેશ પહેરે, જેથી સમાજમાં એક સારો સંદેશ જાય. પત્રમાં નિયમિત રીતે વાળ કપાવવા, દાઢી ટ્રિમિંગ, નખ કાપવા, શાવર અને સ્પ્રેનો ઉપયોગ જેવા સારા ઉપાયો વિશે પણ કહેવામાં આવ્યુ છે.

પહેરવેશની અસર લોકોના વિચાર પર ઘણી થાય છે
પાકિસ્તાન શિક્ષા વિભાગનું કહેવું છે કે અમે રિસર્ચ દરમિયાન એ જાણ્યું છે કે પહેરવેશની અસર લોકોના વિચાર પર ઘણી થાય છે. પહેલી અસર વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ પર થાય છે. અમે એ વાત નક્કી કરી છે કે મહિલા શિક્ષક હવેથી જીન્સ કે ચુસ્ત પેન્ટ પહેરી શકશે નહિ. પુરુષ શિક્ષકોના જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. તેમણે કલાસ રૂમ અને લેબ્સમાં ટીચિંગ ગાઉન્સ કે કોટ્સ પહેરવો જરૂરી હશે.

વિરોધ શરૂ
પાકિસ્તાનની ન્યુઝ ચેનલો પર શિક્ષણ વિભાગના આ ફરમાનની વિરુદ્ધ અવાજ ઉઠવા લાગ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે જે દેશના વડાપ્રધાન જ યૌન શોષણ માટે મહિલાઓના પહેરવેશને કારણભૂત ગણતા હોય ત્યાં તો આ પ્રકારની જાહેરાત થવાની જ હતી. જોકે તેણે એ વાત પણ કહેવી જોઈએ કે ત્રણ વર્ષની છોકરીઓ પર થનાર રેપ અને મર્ડર માટે ક્યાં નિયમ લાગુ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x