ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, દહેગામમાં ૩ ઇંચ, માણસામાં ૨.૫ ઇંચ અને કલોલમાં ૧ ઇંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે, જેમાં બપોરના ચાર વાગ્યા સુધીમાં દહેગામમાં ત્રણ ઇંચ, માણસામાં અઢી ઇંચ અને કલોલમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર શહેરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. મોડે મોડે પણ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગાંધીનગર શહેરમાં સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પરંતુ બાદ વરસાદે હાથ તાળી આપી દીધી હતી. જોકે, બપોર 1 વાગ્યા પછી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે બે વાગ્યાથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. વરસાદની બેટિંગ શરૂ થતાં સાબરમતી નદીમાં પાણી આવ્યું નથી, પરંતુ નદી પર બનાવેલા પુલ પર વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી જવા પામી છે.

ગાંધીનગરમાં મેઘરાજાએ વાદળોનાં ગળગળાટ વચ્ચે પધરામણી કરી દીધી છે. ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે જ્યારે અમુક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ બુધવારે સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટનો અહેસાસ કરી રહ્યા હતા. અને સાંજ પડતાં વરસાદ શરૂ થયો હતો. તેમજ રાત્રીના આઠ થી દસ વાગ્યા સુધીમાં મન મૂકીને મેહુલો વરસ્યો હતો.

આજ સવાર સુધી વરસાદે વિરામ લઈ લીધો હતો, જેમ જેમ દિવસ આગળ વધતો જઈ રહ્યો છે તેમ તેમ આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા છે. આકાશમાંથી વાદળોનો સ્પષ્ટ ગળગળાટની અનુભૂતિ કરી રહ્યા છે. બપોર એક વાગ્યાથી ગાંધીનગરમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે. જેનાં કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે.

થોડી થોડી વારે બંધ ચાલુ થતાં વરસાદના કારણે લોકો પણ બહાર નીકળતા અચકાઈ રહ્યા છે. જોકે, વરસાદી માહોલ સર્જાતા ગાંધીનગર સોળે કળાએ ખીલી ઉઠયું છે. વરસાદ વરસતા સાબરમતી નદીમાં હજી પણ પાણી આવ્યું નથી, પરંતુ નદી પર બનેલા શાહપુર ઓવરબ્રિજ પર પાણી ફરી વળ્યા છે. જેનાં કારણે રાહદારી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે થોડી વાર પછી વરસાદે વિરામ લઈ લીધો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x