ગુજરાત

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલથી સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે. જામનગર અને રાજકોટ જિલ્લાની મુલાકાત કરશે. હવાઈ નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક પણ કરશે. બપોરે 1 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રભાવિત જિલ્લાની મુલાકાતે જશે.

અનરાધાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ તાલુકામાં આભ ફાટ્યુ છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 5 જિલ્લાના 38 ડેવ ઓવરફ્લો થયા છે. એક જ દિવસમાં 38 ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં 400 અને જામનગર જિલ્લામાં 334થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે તો ભાદર ડેમમાં 5 ફૂટ બાકી છે. ભારે વરસાદને પગલે મહિનાઓથી ખાલીખમ જળાશયો કલાકોમાં જ છલકાઈ ગયા છે.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકા તાલુકામાં 21 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કાલાવાડ તાલુકામાં 16 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વિસાવદર તાલુકામાં 15 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટø તાલુકામાં 13 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ધોરાજી તાલુકામાં 9 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણી તાલુકામાં 8 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા તાલુકામાં 8 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પડધરી તાલુકામાં 7 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગોંડલ તાલુકામાં 7 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 5 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 5 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ધરમપુર અને જામજોધપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ
વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x