ગાંધીનગરગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ મોકૂફ રખાઇ, હવે આવતી કાલે બપોરના 1.30 કલાકે યોજાશે

હાલના સંજોગોમાં નવા મંત્રીમંડળમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. તેવી ટીવીનાઇનને માહિતી મળી છે. ટીવીનાઇન પાસે સૌથી પહેલા આ 10 નવા નામની યાદી મળી છે. આ યાદીમાં નવા ચહેરોઓનો જ સમાવેશ છે. અને, અનેક જુના જોગીઓના નામ કપાવવાની સંભાવવાનો છે. જેથી હાલ પક્ષમાં નારાજગીનો દૌર પણ દેખાઇ રહ્યો છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ ગુરુવારે 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના યોજાશે

ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ આજે યોજવા માટે રાજભવનમાં તૈયારીઓ કરી લેવાઈ હતી. પરંતુ કેટલાક રાજકીય કારણોસર, શપથવિધિ હવે આવતીકાલ 16મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યાનુસાર, ગુરુવારના બપોરના 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિંધિ યોજવામાં આવશે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, કેટલાક વરિષ્ઠ પ્રધાનોને પડતા મૂકવાની વાત સામે આવી છે. તેની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અને સ્થિતિને થાળે પાડવા માટે મોવડીમંડળે સમજાવટનો રસ્તો અપનાવ્યો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ યોજવાના અસમંજસ વચ્ચે રાજભવન ખાતે લાગેલા પોસ્ટર્સને હટાવી લેવાયા છે. ભાજપના સૂત્રોએ એવી પણ વિગત જણાવી હતી કે, શપથવિધિ 15 સપ્ટેમ્બરના બદલે 16મી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવી શકે છે.

નવા મંત્રીમંડળને લઇને દાવપેચ ફસાયો ?

ગુજરાત(Gujarat)ના સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) ના નવા મંત્રીમંડળના નામો મહદઅંશે નક્કી થઈ ચૂક્યા છે. જો કે આ દરમ્યાન નવા મંત્રીમંડળની રચનામાં જૂના મંત્રીઓની બાદબાકીને લઇને પેચ ફસાયો છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચાર નારાજ ધારાસભ્યો પૂર્વ સીએમ રૂપાણીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

જેમાં મળતી માહિતી મુજબ મંત્રી ઈશ્વર પટેલ, યોગેશ પટેલ, ઈશ્વર પરમાર અને બચુભાઈ ખાચડ સીએમ રૂપાણીને નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા. જેને લઇને અનેક તર્ક વિતર્ક પણ લગાવવામાં આવી રહ્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x