રાષ્ટ્રીય

આજે વડાપ્રધાન મોદીનો 71 મો જન્મદિવસ, જાણો તેમના બાળપણની રસપ્રદ વાતો

17 સપ્ટેમ્બર એટલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ(Narendra Modi Birthday) છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા(Mehsana) જીલ્લાના વડનગરના(Vadnagar) વતની છે. જેનો સૌ મહેસાણાવાસીઓ સહીત ગુજરાતીઓને ગૌરવ પણ છે. ત્યારે તેમના જન્મ દિવસે તેમના ભાઈ, પરિવારના સભ્યો, તેમને ભણાવનાર શિક્ષક અને તેમની સાથે અભ્યાસ કરનાર મિત્રો તેમની જૂની યાદો વાગોળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

દેશના વડાપ્રધાનનો આજે જન્મ દિવસ છે ત્યારે સૌને એ જાણવાની ઈચ્છા થાય કે તેમનું બાળપણ કેવું હતું.. તેમને કોણ ભણાવતું હતું? બાળપણમાં તેઓ મિત્રો સાથે કેવી રીતે સમય ગાળતા? અને બાળપણમાં તેઓ કેવા હતા? ટીવીનાઈનની ટીમે આ તમામ સવાલોના જવાબ વડાપ્રધાન મોદીના વતન વડનગરથી જ મેળવવાનો પ્રયાસ કર્યો.

નરેન્દ્ર મોદીએ વડનગરમાં 1962થી 1965 દરમિયાન પ્રાથમિક શિક્ષણ લીધુ હતું તેમને ચોથા ધોરણમાં ભણાવતા શિક્ષિકા હીરા બાએ પણ પીએમ મોદી વિષે જણાવ્યું હતું.

પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના બાળપણના મિત્રો પણ ખૂબ ખુશખુશાલ જોવા મળ્યા.. પીએમ જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે શ્યામળદાસ મોદી તેમના સહપાઠી અને મિત્ર હતા. તેમણે નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભકામના પાઠવી સાથે બાળપણના સંસ્મરણો વાગોળ્યા..

તો બીજીતરફ નરેન્દ્ર મોદીના સગા ભાઈ સોમાભાઈ મોદી અને તેમના પિતરાઈભાઈ અરવિંદ મોદીએ તેમને જન્મ દિવસની શુભકામના પાઠવી. તેમના પિતરાઈ ભાઈએ જૂની યાદોને વાગોળતા કહ્યું કે તેઓ બાળપણમાં ભણવામાં ખૂબ હોંશિયાર હતા અને શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x