રાષ્ટ્રીય

મુંબઈમાં મેટ્રોનો ફ્લાઈઓવરનો એક ભાગ તૂટ્યો, જાણો કેટલા લોકો થયા ઘાયલ

મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં મેટ્રોના બાંધકામ હેઠળના ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યા બાદ મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત શુક્રવારે સવારે 4.40 વાગ્યાની આસપાસ થયો હતો. અહીં રાત્રે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા હતા, જેમને વિનદેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યારે અહીં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે. ઘટનાસ્થળે પહોંચી ફાયરબ્રિગેડના અધિકારીઓએ કામગીરી શરૂ કરી છે. ફાયર બ્રિગેડની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

ડીસીપી (ઝોન 8) મંજુનાથ સિંગેએ જણાવ્યું હતું કે, “મુંબઈમાં બીકેસી મુખ્ય માર્ગ અને સાન્તાક્રુઝ-ચેમ્બુર લિંક રોડને જોડતા અંડર કન્સ્ટ્રક્શન ફ્લાયઓવરનો એક ભાગ સવારે 4:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ નથી અને કોઈ વ્યક્તિ ગુમ નથી.શુક્રવારે વહેલી સવારે મેટ્રો બ્રિજ પર કામ ચાલી રહ્યું હતું. કેટલાક કામદારો પુલ ઉપર કામ કરતા હતા, કેટલાક નીચે હતા. ઉપર કામ કરતા કામદારો બારને પકડીને કૂદી પડ્યા જ્યારે પુલ તૂટી પડ્યો, કેટલાક તેની બાજુમાં આવેલી પાણીની ટાંકીમાં પડ્યા અને કેટલાક લોકો પુલની નીચે દટાયેલા હોવાને કારણે ઘાયલ થયા. આ રીતે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x