ગુજરાત

અમદાવાદ : કોર્પોરેશને ફાયર સેફટી ન ધરાવતી 37 શાળાઓને બિલ્ડિંગ વપરાશ બંધ કરવા કર્યો હુકમ

અમદાવાદ(Ahmedabad)માં શાળાઓની બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીને(Fire Safety)લઈ ફાયર વિભાગ એક્શનમાં આવી ગયું છે. શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને(School)ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને ખ-10 હેઠળ નોટિસ આપી હતી.

તેમ છતાં પણ તેમના દ્વારા ફાયર એનઓસી મેળવવામાં ન આવતાં આખરે ફાયરબ્રિગેડે તેમના બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટે આખરી હુકમ આપ્યો છે.મહત્વનું છે કે શહેરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન ધરાવતાં અનેક એકમો સામે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તવાઇ લાવવામાં આવી છે.

આ અગાઉ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 161 એકમોને પત્ર લખીને ફાયર NOC કરવા જાણ કરી હતી. ફાયર NOC રિન્યૂ કરવાની તારીખ નજીક આવતા આ એકમોને જાણ કરાઇ હતી. જો આ એકમો NOC રિન્યૂ કરવાનું ભૂલી જાય તો તેના વપરાશકર્તા કે કબ્જેદારને હાલાકી પડતી હોય છે. જેથી કોઇ હાલાકી ન પડે તે માટે અગાઉથી ફાયર વિભાગ દ્વારા જાણ કરાઇ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x