નવા મંત્રીમંડળ અંગે સીનીયરોમાં નારાજગી વિશે નવા વનમંત્રીએ શુ આપ્યું નિવેદન, જાણો
આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસે (Namo@71) રાજ્ય સહીત દેશભરમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યના 8 મહાનગરો સહીત તમામ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ માટે રસીકરણ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન જન્મદિવસને અનુલક્ષીને વડોદરામાં 16 સપ્ટેમ્બરે ગુરૂવાર રાત્રે જ વેક્સીનેશન સેન્ટરનો પ્રારંભ થઇ ગયો હતો. વડોદરામાં રાત્રે બે સ્થળોરેલવે સ્ટેશન અને મેન્ટલ હોસ્પિટલ ખાતે વેક્સીનેશન સેન્ટરનો પ્રારંભ થયો હતો. અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં પ્રારંભ થયેલા વેક્સિનેશન સેન્ટરમાં અનેક લોકોએ કોરોના રસી લીધી.
વન અને પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણા વડોદરા શહેરની મુલાકાતે છે. આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને વડોદરામાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના નવા વન અને પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણાએ ભાગ લીધો હતો. તેમણે વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતેના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે મહાત્માગાંધી નગરગૃહ ખાતેના કાર્યક્રમ ખાતેના સંબોધન કર્યું હતું.