રાજ્યમાં સુરતમા એક જ દિવસમાં 2 લાખથી વધુ લોકોને વેક્સિન આપીને કર્યો રેકોર્ડ
પીએમ નરેન્દ્ર મોદીના(PM Narendra Modi ) જન્મદિવસના અવસરે શુક્રવારે સુરત મહાનગરપાલિકાએ સ્પેશ્યલ વેક્સીન(Vaccine ) ડ્રાઈવ અંતર્ગત રેકોર્ડબ્રેક રસીકરણ કર્યું છે. સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા 2 લાખ 2 હજાર 421 વ્યક્તિઓને એક દિવસમાં 310 વેક્સીન સેન્ટર પરથી રસી આપવામાં આવી હતી. આખા રાજ્યમાં(State ) સૌથી વધુ સુરતમાં રસી આપવામાં આવી છે.
જેમાંથી 87 હજાર 283 વ્યક્તિઓને વેક્સિનનો પહેલો ડોઝ અને 1 લાખ 15 હાજર 138 વ્યક્તિઓને વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. આ પહેલા 31 ઓગસ્ટના રોજ 78 હજાર 908 વ્યક્તિઓને વેક્સીન આપવાની સાથે સુરત શહેરમાં રાજ્યમાં સૌથી વધારે ડોઝ લગાવવામાં આવ્યો હતો.
તે પછી બુધવારે પણ રાજ્યમાં સૌથી વધારે 69 હજાર 585 વ્યક્તિઓને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાએ શુક્રવારે સ્પેશ્યલ વેક્સિનેશન ડ્રાઈવ હાથ ધરી હતી. આ અભિયાનમાં 490 દિવ્યાંગ વ્યક્તિઓને પણ વેક્સીન આપવામાં આવી હતી. જે પણ એક રેકોર્ડ જ છે.
ઝોન પ્રમાણે વાત કરવા જઈએ તો સૌથી વધારે વેક્સીન સુરતના વરાછા ઝોન એ માં લગાવવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોનમાં 17,834, વરાછા ઝોન એ માં 35,068, વરાછા ઝોન બી માં 22,195, કતારગામ ઝોનમાં 26,383, રાંદેર ઝોનમાં 34,115, લીંબાયત ઝોનમાં 17,483, ઉધના ઝોનમાં 28,874, અઠવા ઝોનમાં 20,469 મળીને કુલ 2,024,21 વ્યક્તિઓને વેક્સીન આપવામાં આવી છે.
આમ, કોરોનાને કાબુમાં કર્યા બાદ હવે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વેક્સિનેશન કામગીરી માટે પણ ગતિ પકડી છે. નોક ધ ડોર અંતર્ગત પણ કોર્પોરેશને સેકન્ડ ડોઝ માટે આળસ કરી રહેલા લોકોને વેક્સીન ઉપલબ્ધ કરાવી છે. શહેરના 92 ટકા થી વધુ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. અને 42.40 ટકા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે. આમ સુરતની 42 ટકાથી વધુ વસ્તી સંપૂર્ણ વેક્સીનેટેડ થઇ ગઈ છે.
હવે તો કોર્પોરેશન વેક્સીન સેન્ટર વધારવા ઉપરાંત બસોમાં પણ વેક્સિનેશન સેન્ટર ઉભું કરીને મહત્તમ લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહી છે. જેનો ફાયદો એ થયો છે કે વેક્સિનેશનની દોડમાં સુરત કોર્પોરેશન સૌથી આગળ દોડી રહ્યું છે. કોર્પોરેશને ટેક્સ્ટાઇલ એકમો અને ઔધોગિક એકમોમાં પણ ખાસ અભિયાન ચલાવીને અહીં કામ કરતા વેપારીઓ, મિલ માલિકો અને કારીગરોને પણ વેક્સીન આપવામાં 100 ટકા સફળતા મેળવી છે.