ગુજરાત

સરકારમાં મંત્રીપદ નહીં મળતા ભાજપના મોટા નેતા થયા નારાજ, જાણો

વિજય રૂપાણીએ એકાએક રાજીનામું ધરી દીધા બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જોવા મળ્યો અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 17માં મુખ્યમંત્રી બન્યા છે. તો તેમના મંત્રી મંડળમાં પણ ભાજપે નો-રિપીટની થીયરી દાખલ કરીને દિગ્ગજ કહી શકાય તેવા રાજ્યના તમામ નેતાઓનું મંત્રી મંડળમાંથી પત્તુ કાપીને નવા જ ચહેરોઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઉમરેઠ ભાજપના MLA ગોવિંદ પરમાર નારાજ

ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળમાં સમાવેશ ન થતા ઉમરેઠ ભાજપના MLA ગોવિંદ પરમાર નારાજ થયાં છે. VTV સાથે કરેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન આ બાબતની પુષ્ટી પણ તેમણે કરી હતી. 

ગોવિંદ પરમાર જણાવ્યું કે, તેઓ ભાજપના આગામી કોઈપણ કાર્યક્રમોમાં ભાગ નહીં લે. આ સાથે જ તેમણે સરકારી કાર્યક્રમોમાં કે પછી મુખ્યમંત્રીના પણ કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી હતી.

ગુજરાત ભાજપમાં નવા-જૂનીના એંધાણ? 

એક તરફ નવા મંત્રી મંડળને લઈને પાર્ટીના દિગ્ગજોમાં પણ નારાજગી જોવા મળેલી છે અને તેમને મનાવવા માટે હાઈ કમાન્ડ એક્શનમાં આવ્યું છે ત્યારે હવે ઉમરેઠ ભાજપના ધારાસભ્ય નારાજ થતાં ગુજરાતના રાજકારણમાં રાજકીય ભૂકંપના ભણકારા વાગી રહ્યા છેય

મંત્રીઓને ટ્રેનિંગ આપવા મુખ્યમંત્રીએ પાઠશાળાનું કર્યું આયોજન

રાજ્યમાં હવે મંત્રી મંડળ અસ્તિત્વમાં આવી ચુક્યું છે અને દરેક મંત્રીઓને પોતાના ચાર્જ સંભાળી લીધો છે પરતું મોટા ભાગના મંત્રીઓ બિન અનુભવી છે તો કેટલાક મંત્રીઓ એકદમ કોરી સલેટ જેવા છે જેમને સરકારના કોઈ પદ પર તેઓ રહ્યા નથી ત્યારે આવા મંત્રીઓને વહીવટી જ્ઞાન આપવા માટે વહીવટી અને વૈધાનિક ટ્રેનિંગ આપવાનો નિર્દેશ કરાયો છે. મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં 20 જેટલા મંત્રી પહેલી વાર મંત્રી બન્યા જ્યારે ચારથી પાંચ મંત્રીઓ પહેલી વાર ધારાસભ્ય સાથે મંત્રી બન્યા એવામાં બિન અનુભવી ટીમને સજ્જ બનાવવા મંત્રીઓને ટ્રેનિંગ આપવા મુખ્યમંત્રીએ પાઠશાળા શરૂ કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંત્રીઓને સુચના  

ગાંધીનગર ન છોડવાની તાકિદ કરી છે એટલું જ નહીં મંત્રીઓને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા સુચના પણ આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદેશ કરતા મંત્રીઓને સરકારી કામ સિવાય કોઈ પ્રવાસ ન કરવાની પણ સુચના આપી દેવામાં આવી છે તેમજ મંત્રીઓને આગામી બજેટના કામની સમીક્ષા કરવા સહિતની કામગીરી પર ચર્ચા કરવાના આદેશ આપી દેવાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x