ગાંધીનગરગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરનાં અક્ષરધામ મંદિરમાં નિલકંઠ વર્ણી અભિષેક શ્રદ્ધા પૂર્વક કર્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ધામ અક્ષર ધામ મંદિર ની મુલાકાત લઈ ભક્તિ ભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને નિલકંઠ વર્ણી અભિષેક શ્રદ્ધા પૂર્વક કર્યો હતો.

આ પૂર્વે અમદાવાદમાં ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજની(Kaushalendra Maharaj) શુભેચ્છા મુલાકાત કરી હતી. અમદાવાદ સ્થિત કૌશલેન્દ્રજી મહારાજના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી‌.

પૂજ્ય કૌશલેન્દ્રજી મહારાજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને દીર્ધાયુ અને સફળ નેતૃત્વ ના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા શ્રી વજેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાત(Gujarat) ના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) અડાલજના પ્રાંગણમાં નિર્મિત પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રરૂપિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરે(Trimandir) દર્શન માટે પધાર્યા હતા. અહીં તેમણે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી, પરમ પૂજ્ય દાદા ભગવાન તેમજ અન્ય દેવ-દેવીઓની પ્રતિમાને ભાવપૂર્વક વંદન કરીને આશિષ મેળવ્યા હતા.
તેમણે અડાલજ સ્થિત પરમ પૂજ્ય દાદા ભગવાનના આશીર્વાદ પામેલા અને પૂજ્ય નીરુમાના અંતેવાસી, પૂજ્ય દીપકભાઈ દેસાઈને મળીને તેમના અભિવાદન અને આશીર્વાદ મેળવ્યા હતા.પૂજ્યએ તેમને આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, “છ કરોડની ગુજરાતની જનતા આપણો પરિવાર જ છે. બધાનું ધ્યાન રાખવાનું છે. આપણે કાંઈ જોઈતું નથી, ખૂબ પ્યોરિટીથી કામ કરીશું. અને દાદા ભગવાનના આશીર્વાદ આપણી સાથે જ છે.

રાજકીય ક્ષેત્રે ઘણાં વર્ષોથી સક્રિય અને સહુની સાથે તાલમેલથી ચાલતા ભૂપેન્દ્રભાઈ, તેમના પરમ પૂજ્ય દાદા ભગવાન માટેના અનન્ય ભક્તિભાવ ને કારણે વિધાનસભા વિસ્તારમાં “દાદા” તરીકે પણ ઓળખાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x