પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું
પંજાબ કોંગ્રેસમાં હંગામો હવે એટલી હદે વધી ગયો છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
તેમણે પોતાના રાજીનામા સાથે સમગ્ર મંત્રીમંડળનું પણ રાજીનામું રાજ્યપાલને સોંપી દીધા છે. કેપ્ટન અમરિંદર હવે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.
મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન અમરિંદરે જણાવ્યું કે, કોંગ્રેસમાં મારું સતત અપમાન કરવામાં આવતું હતું. કોંગ્રેસને મારા પર વિશ્વાસ નહતો રહ્યો. એક મહિનામાં ત્રણ વખત મને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. પરિણામે સવારથી જ મારું રાજીનામું આપવાનું નક્કી હતું. હવે કોંગ્રેસ ઈચ્છે તેને મુખ્યમંત્રી બનાવી શકે છે. મારી પાસે અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે.
જો સૂત્રોનું માનીએ તો કેપ્ટને આજે સમગ્ર વિવાદનો અંત લાવવા કહ્યું છે. કેપ્ટને એવી ધમકી પણ આપી છે કે જો તેમને સીએમ પદ પરથી હટાવી દેવામાં આવશે તો તેઓ પાર્ટી પણ છોડી દેશે. તેમણે આ સંદેશ પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચવા માટે કહ્યું છે.
અગાઉ, સિદ્ધુના વ્યૂહાત્મક સલાહકાર મુહમ્મદ મુસ્તફાએ સાડા ચાર વર્ષ પછી કોંગ્રેસના સીએમ પસંદ કરવાની તક અંગે મોટું નિવેદન આપ્યું છે.