ભારતમાં ત્રીજી લહેર ભૂલી જાવ, સામાન્ય શરદી-ખાંસી, તાવ જેવો થઈ જશે કોરોના : ડૉ. ગુલેરિયા
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઘણી નબળી થઈ ગઈ છે. વાયરસના કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ 252 લોકોના મોત થયા છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે કોરોના હવે મહામારી નથી રહી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવત છે. જોકે તેમણે એલર્ટ કર્યા છે કે, જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને વેક્સિનભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઘણી નબળી થઈ ગઈ છે. વાયરસના કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ 252 લોકોના મોત થયા છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે કોરોના હવે મહામારી નથી રહી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવત છે. જોકે તેમણે એલર્ટ કર્યા છે કે, જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને વેક્સિન ના લાગી જાય ત્યાં સુધી સતર્ક રહેવાની જરૂર છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું છે કે, લોકોએ તહેવારોમાં ભીડથી દૂર રહેવાની જરૂર છે. ભારતમાં હવે સંક્રમિતોના આંક 25 હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધાન રહે તો કોરોના સંક્રમણના કેસ ધીમે ધીમે ઘટી શકે છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોના સંપૂર્ણ રીતે હવે ક્યારેય ખતમ નહીં થાય. પરંતુ ભારતમાં જે પ્રમાણે ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે તે જોતા લાગે છે કે, હવે તે મોટા પાયે ફેલાશે નહીં.
એમ્સના ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસ ખૂબ ટૂંક સમયમાં સામાન્ય ફ્લૂ એટલે કે સામાન્ય ખાંસી-શરદી અને તાવ જેવો થઈ જશે. કારણકે લોકોમાં હવે આ વાયરસ સામેની ઈમ્યુનિટી આવી ગઈ છે. જોકે વધારે બીમાર અને ઓછી ઈમ્યુનિટી વાળા લોકો માટે હજી પણ આ વાયરસ જીવલેણ સાબીત થઈ શકે છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં પ્રાથમિકતા એ છે કે, દરેક લોકોને વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવે. બાળકોને પણ વેક્સિન આપવામાં આવે. ત્યારપછી જ બૂસ્ટર ડોઝ પર ભાર આપવો જોઈએ. તેમણે કહ્યું કે, થોડા સમય પછી ખૂબ બીમાર, વૃદ્ધો અથવા નબળી ઈમ્યુનિટી વાળા લોકોને જ બુસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. એ પણ જરૂરી નથી કે, બૂસ્ટર ડોઝ એને જ આપી શકાય જેણે અગાઉ બે વેક્સિન લીધેલી હોય. જોકે આ વિશે પહેલાં એક પોલિસી બનાવવામાં આવશે.
ગુલેરિયાએ કહ્યું છે કે, અમુક લોકોને બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. આ બૂસ્ટર ડોઝ વેક્સિનના બીજા ડોઝ તરીકે પણ આપવામાં આવી શકે છે. પરંતુ આ વિશે હજી નિર્ણય લેવામાં આવશે, પહેલાં દરેકને વેક્સિનનો પહેલો ડોઝ મળે તે જરૂરી છે, ત્યારપછી બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું છે કે, ડિસેમ્બર સુધી દેશમાં દરેક લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી જાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ના લાગી જાય ત્યાં સુધી સતર્ક રહેવાની જરૂર છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું છે કે, લોકોએ તહેવારોમાં ભીડથી દૂર રહેવાની જરૂર છે. ભારતમાં હવે સંક્રમિતોના આંક 25 હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધાન રહે તો કોરોના સંક્રમણના કેસ ધીમે ધીમે ઘટી શકે છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોના સંપૂર્ણ રીતે હવે ક્યારેય ખતમ નહીં થાય. પરંતુ ભારતમાં જે પ્રમાણે ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે તે જોતા લાગે છે કે, હવે તે મોટા પાયે ફેલાશે નહીં.
એમ્સના ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસ ખૂબ ટૂંક સમયમાં સામાન્ય ફ્લૂ એટલે કે સામાન્ય ખાંસી-શરદી અને તાવ જેવો થઈ જશે. કારણકે લોકોમાં હવે આ વાયરસ સામેની ઈમ્યુનિટી આવી ગઈ છે. જોકે વધારે બીમાર અને ઓછી ઈમ્યુનિટી વાળા લોકો માટે હજી પણ આ વાયરસ જીવલેણ સાબીત થઈ શકે છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં પ્રાથમિકતા એ છે કે, દરેક લોકોને વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવે. બાળકોને પણ વેક્સિન આપવામાં આવે. ત્યારપછી જ બૂસ્ટર ડોઝ પર ભાર આપવો જોઈએ. તેમણે કહ્યું કે, થોડા સમય પછી ખૂબ બીમાર, વૃદ્ધો અથવા નબળી ઈમ્યુનિટી વાળા લોકોને જ બુસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. એ પણ જરૂરી નથી કે, બૂસ્ટર ડોઝ એને જ આપી શકાય જેણે અગાઉ બે વેક્સિન લીધેલી હોય. જોકે આ વિશે પહેલાં એક પોલિસી બનાવવામાં આવશે.
ગુલેરિયાએ કહ્યું છે કે, અમુક લોકોને બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. આ બૂસ્ટર ડોઝ વેક્સિનના બીજા ડોઝ તરીકે પણ આપવામાં આવી શકે છે. પરંતુ આ વિશે હજી નિર્ણય લેવામાં આવશે, પહેલાં દરેકને વેક્સિનનો પહેલો ડોઝ મળે તે જરૂરી છે, ત્યારપછી બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું છે કે, ડિસેમ્બર સુધી દેશમાં દરેક લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી જાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.