8 માસમાં 4થી 5 વખત સગીરા પર કરાયો ગેંગરેપ, 33 પર કેસ કરાયો અને 26 ને ઝડપી લેવાયા
મુંબઈ :
મહારાષ્ટ્રમાં દરિણીની એક ખળભળાવી નાખનારી ઘટના સામે આ છે. તેમા એક 15 વર્ષીય સગીરા સાથે ઘણીવાર ગેંગરેપ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગત 8 માસમાં વિભિન્ન સ્થાનો પર 15 વર્ષીય સગીરા સાથે ઘણીવાર ગેંગરેપ કરવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસે અત્યાર સુધીમાં 24ની ધરપકડ કરી છે અને 2 સગીરોને પણ કસ્ટડીમાં લીધા છે. આ વાતની જાણકારી વરિષ્ઠ અધિકારીએ આપી છે.
સિનિયર અધિકારીએ કહ્યુ છે કે પીડિતાની ફરિયાદના આધારે કલ્યાણના ડોંબિવલીમાં મનપાડા પોલીસે બુધવારે રાત્રે ૩૩ આરોપીઓ સામે આઇપીસીની કલમ – 376 હેઠળ બળાત્કાર, 376-એન હેઠળ વારંવાર બળાત્કાર, 376-ડી હેઠળ સામુહિક બળાત્કાર, 376(3) હેઠળ 16 વર્ષથી ઓછી વયની કિશોરી સાથે બળાત્કાર અને યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ માટે પોક્સો અધિનિયમની જોગવાઇઓ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. અધિક પોલીસ કમિશનર (પૂર્વ ક્ષેત્ર) દત્તાત્રેય કરાલેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે આ અપરાધ આ વર્ષે 29 જાન્યુઆરીથી 22 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ છે કે આ બધું ત્યારે શરૂ થયું, જ્યારે જાન્યુઆરીમાં કિશોરીના પ્રેમીએએ તેની સાથે બળાત્કાર કર્યો અને આનો વીડિયો બનાવ્યો હતો. તેણે આ વીડિયોના આધારે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેના દોસ્તો અને પરિચિતોએ તેની સાથે ઓછામાં ઓછી ચારથી પાંચ વખત જિલ્લામાં ડોંબિવલી, બદલાપુર, મુરબાડ અને રબાલે સહીતના વિભિન્ન સ્થાનો પર ગેંગરેપ કર્યો. તેમણે કહ્યુ છે કે મામલાની તપાસ માટે એસીપી સોનાલી ઢોલેના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. કરાલેએ કહ્યુ છે કે પીડિતાએ 33 લોકોને નામજદ કર્યા છે. તેમાંથી 24ની ધરપકડ કરાઈ છે અને બે સગીરોને આના સંદર્ભે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કિશોરીની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે. તેમણે કહ્યુ છે કે અપરાધમાં સામેલ અન્ય આરોપીઓની તલાશ ચાલી રહી છે.