રાજયના 24 મંત્રીઓને 33 જિલ્લાઓના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ
ગાંધીનગર:
રાજયના તમામ જિલ્લાઓના મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે સૂચિત જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે. 24 મંત્રીઓને રાજયના 33 જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે. જેમાં 10 કેબિનેટ મંત્રીઓ પૈકી 9 મંત્રીઓને બબ્બે જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે એકમાત્ર અર્જુનસીંહ ચૈહાણને મહેસાણા જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી ફાળવવામાં આવી છે.
રાજયના મંત્રીમંડળના 24 મંત્રીઓ પૈકી 10 કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદીને અમદાવાદ, ખેડા, જીતુભાઇ વાઘાણી- સુરત, નવસારી, રૂષિકેશ પટેલને જૂનાગઢ તેમ જ ગીર સોમનાથ અને પૂર્ણેશ મોદીને રાજકોટ, મોરબી, રાઘવજી પટેલને ભાવનગર, બોટાદ તથા કનુભાઇ દેસાઇને જામનગર- દેવભૂમિ દ્રારકા, કિરીટસીંહ રાણાને બનાસકાંઠા, પાટણ તેમ જ નરેશ પટેલને વડોદરા, છોટા ઉદેપુર, પ્રદિપ પરમારને સાબરકાંઠા, અરવલ્લી તેમ જ અર્જુનસીંહને મહેસાણા એક માત્ર જિલ્લાની જવાબદારી અપાઇ છે.
જયારે રાજય કક્ષાના મંત્રીઓ હર્ષ સંઘવીને ગાંધીનગર, જગદીશ પંચાલને નર્મદા, બ્રિજેશ મેરજા- અમરેલી, જીતુભાઇ ચૈધરી- દાહોદ, મનીષાબેન વકીલ- મહીસાગર, મુકેશ પટેલ- ભરૂચ, નીમિષાબેન સુથાર- ડાંગ, અરવિંદ રૈયાણી- કચ્છ, કુબેર ડીંડોર – તાપી, કિર્તીસીંહ વાઘેલા- વલસાડ, ગજેન્દ્રસીંહ પરમાર- આણંદ, રાઘવભાઇ મકવાણા- પોરબંદર, વિનોદ મોરડિયા- પંચમહાલ તથા દેવાભાઇ માલમને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.