Uncategorized

મંગળવારે દિવસ અને રાત એકસમાન રહેશે, સૂર્ય લગભગ 12 કલાક માટે જોવા મળશે

મંગળવાર, 28 ઓક્ટોબરનો દિવસ ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. આ દિવસ સૂર્ય લગભગ 12 કલાક જોવા મળશે એટલે દિવસ અને રાત એક સરખા 12-12 કલાકના રહેશે. ભોપાલની ખગોળશાસ્ત્રી સારિકા ધારૂના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને ઇક્વીનોક્સ કહેવામાં આવે છે.

મોટાભાગે 20 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ ઇક્વીનોક્સવાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ તે સંપૂર્ણ રીતે યોગ્ય નથી. ઇક્વીનોક્સનું ખગોળીય મહત્ત્વ એ છે કે આ ઘટનામાં દિવસ અને રાત લગભગ એકસમાન હોય છે. દિવસ અને રાત બરાબર હોવાની ઘટના આ તારીખથી થોડા દિવસ પહેલાં અથવા થોડા દિવસ પછી હોય છે.

મંગળવારે 24 કલાકમાંથી સૂર્ય લગભગ 12 કલાક જોવા મળશે અને અન્ય 12 કલાકમાં વીનસ, જૂપિટર, મૂન અને અન્ય તારા અલગ-અલગ સમયે જોવા મળશે.

દિવસ-રાતનો સમય અલગ-અલગ કેમ હોય છે?
પૃથ્વી પોતાના અક્ષ ઉપર સાડા ત્રેવીસ અંશ નમેલી છે અને સૂર્યની પરિક્રમા કરવાના લીધે પૃથ્વીના વિવિધ ભાગમાં સૂર્યના કિરણોનો એંગલ વર્ષમાં દરરોજ અલગ-અલગ હોય છે. જેથી દિવસના સમયગાળામાં વધ-ઘટ થતી રહે છે. મંગળવાર પછી દિવસ નાના અને રાત મોટી થવા લાગશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x