રાષ્ટ્રીય

આજથી શરૂ થશે આયુષ્માન ભારત ડિજિટલ અભિયાન, PM કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનનું ઉદ્ઘાટન કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવનાર આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી સંબોધન પણ કરશે. જણાવી દઈએ કે વડાપ્રધાને 15 ઓગસ્ટ 2020 ના રોજ લાલ કિલ્લા પરથી આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાલમાં આ ડિજિટલ અભિયાન છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રારંભિક તબક્કામાં છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આયુષ્માન ભારત ડિજિટલ અભિયાન એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવશે જે ડિજિટલ હેલ્થ ઈકોસિસ્ટમ હેઠળ આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય પોર્ટલ સાથે પરસ્પર કામગીરીને સક્ષમ કરશે. રાષ્ટ્રીય સ્તરે, આ અભિયાનની શરૂઆત નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠની સાથે થઈ રહી છે. આ અભિયાનના ઉદઘાટનના અવસરે કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
નાગરિકોને મળશે હેલ્થ આઈડી
આ અંતર્ગત નાગરિકોને હેલ્થ આઇડેન્ટિફિકેશન (હેલ્થ આઇડી) આપવામાં આવશે જે તેમના હેલ્થ એકાઉન્ટ માટે પણ કામ કરશે. આ આઈડી દ્વારા કોઈપણ વ્યક્તિ મોબાઇલ એપ દ્વારા પોતાનો આરોગ્ય રેકોર્ડ જોઈ શકશે. ડોકટરો/હોસ્પિટલો અને હેલ્થકેર પ્રોવાઇડર્સ માટે વ્યવસાય સરળ બનશે. ઝુંબેશના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ આયુષ્માન ભારત ડિજિટલ મિશન સેન્ડબોક્સ ટેકનોલોજી અને પ્રોડક્ટ પરીક્ષણ માટે એક માળખા તરીકે કામ કરશે.

સેન્ડબોક્સ ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવશે
આ ઉપરાંત, આ સેન્ડબોક્સ ટેકનોલોજી ખાનગી સંસ્થાઓને પણ સહાય પૂરી પાડશે જે રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમનો ભાગ બનતા આરોગ્ય માહિતી પ્રદાતાઓ અથવા આરોગ્ય માહિતી વપરાશકર્તાઓ અથવા આ અભિયાન હેઠળ બનાવેલા બ્લોક્સ સાથે પોતાને અસરકારક રીતે જોડવા ઈચ્છે છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ ડિજિટલ અભિયાન દ્વારા, આરોગ્ય સંબંધિત સેવાઓ માટે દેશના લોકોની પહોંચ માત્ર એક ક્લિક જ દૂર રહેશે.

સેન્ડબોક્સ ટેક્નોલોજી શું છે?
સેન્ડબોક્સ ટેક્નોલોજી એક એવી સોફ્ટવેર મેનેજમેન્ટ સ્ટ્રેટેજી પૂરી પાડે છે જે માલવેર કે નુકસાન પહોંચાડે તેવી એપ્લિકેશનથી બચાવે છે અને તમારી સિસ્ટમમાં નકારાત્મક અસર પડવા દેતી નથી.

જનધન, આધાર અને સરકારની અન્ય ડિજિટલ પહેલોની જેમ, આયુષ્માન ભારત ડિજિટલ મિશન ડેટા, માહિતીની વિશાળ શ્રેણી દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ બનાવશે. આ મિશન દ્વારા લોકો આરોગ્ય રેકોર્ડની આપલે કરવામાં સક્ષમ બનશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x