લોક સરકારની અસર ધારદાર !! જાણો વધુ :
વડોદરા : ૦૭-જુલાઈ,૨૦૧૮
તા. ૦૭-જુલાઈ ૨૦૧૮ ના રોજ વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામના સ્થાનિક શ્રી સંદીપભાઈ પટેલ દ્વારા પોતાના ગામની રજૂઆત કરવામાં આવી હતી કે અમારા ગામમાં ૬૦ થી ૭૦ ગરીબ પરિવારોના રાશન કાર્ડ માંથી નામ નીકળી ગયા છે. સંદીપભાઈ પટેલ દ્વારા સરકાર સમક્ષ ઘણી રજૂઆત કરવા આવી પણ નિવારણ આવ્યું નહીં. ત્યારબાદ લોક સરકારના મધ્ય ઝોનના ઇન્ચાર્જ રાજેશભાઈ ભરવાડનો સંપર્ક કરી રજુઆત કરી જેથી ગરીબ પરિવારોને રેશનિંગનો લાભ મળે અને ઉપયોગ કરી શકે. આ રજૂઆતની માહિતી તાત્કાલિક પણે લોક સરકારની ટીમ દ્વારા માનનીય ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલને આપવામાં આવી અને માત્ર 2 જ કલાકમાં ધારાસભ્યશ્રી એ સંદીપભાઈ પટેલનો સંપર્ક કરી તેમને ગામની રૂબરૂ મુલાકાત લીધી ત્યારબાદ ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલે મામલતદાર સાથે વાત કરીને ગામના લોકોની મિટિંગ તારીખ ૧૦-જુલાઈ ૨૦૧૮ ના રોજ ગોઠવી.
ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ અને લોક સરકારની ટીમનો આભાર માનતા સંદીપભાઈ પટેલે અંતમાં જણાવ્યું કે આપ આજ રીતે ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવાનું માધ્યમ બનશો તેવી અપેક્ષા રાખીએ છીએ.