ગુજરાત

અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને ત્રણ માસ કપાસીયા તેલ મળશે

ભાવનગર તા. રપ

આગામી દિવસોમાં આવનાર તહેવાર નિમીતે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને સસ્તા દરે કપાસીયા રીફાઈન તેલ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. ત્રણ માસ કપાસીયા તેલ કાર્ડધારકોને સસ્તા દેર આપવામાં આવનાર છે તેથી જુલાઈ માસનો જથ્થો ગ્રાહકોને મેળવી લેવા આદેશ કરવામાં આવેલ છે.

ભાવનગર સહિત રાજ્યભરમાં આગામી તહેવાર નિમીતે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને સસ્તા દરે કપાસીયા રીફાઈન તેલ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે, જેમાં જુલાઈ, ઓગષ્ટ અને ઓકટોબર ત્રણ માસ દરમિયાન કાર્ડધારકોને કપાસીયા રીફાઈન તેલના ૧ લીટરના પાઉચ રૃ. ૪૮ના ભાવે આપવામાં આવશે. જુલાઈ માસનો જથ્થો હાલ દરેક વ્યાજબી ભાવના દુકાનદારને ફાળવી દેવામાં આવેલ છે તેથી કાર્ડધારકોએ આગામી તા. ૩૧ જુલાઈ દરમિયાનમાં કપાસીયા તેલનો જથ્થો મેળવી લેવા ભાવનગરના પુરવઠા વિભાગે જણાવેલ છે.

બજારમાં કપાસીયા તેલના વધુ ભાવ છે તેથી સામાન્ય લોકોને મૂશ્કેલી પડે તેમ છે પરંતુ લોકોને તહેવારમાં તેલની વધુ જરૃરીયાત પડતી હોય છે તેથી તહેવારને ધ્યાનમાં રાખી દર વર્ષની જેમ કપાસીયા તેલ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સસ્તા દરે કપાસીયા તેલ મળતા કાર્ડધારકોને મોંઘવારીમાં થોડી રાહત થશે તેમ જણાય રહ્યુ છે. સાતમ-આઠમ, નવરાત્રી, દિવાળી વગેરે તહેવારના પગલે કાર્ડધારકોને સસ્તા દરે કપાસીયા તેલ આપવામાં આવનુ શરૃ કરાયુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x