ગુજરાત

દશેરાને લઈ ફાફડા જલેબી નો ભાવ આસમાને પહોંચ્યો ! ફાફડા જલેબીનું 8 લાખ કિલોનો વેચાણનો અંદાજ !

દશેરા નિમિત્તે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શહેરમાં અત્યારે ફાફડા 440થી 800 રૂપિયે કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 560થી 960એ પહોંચી ગયો છે.

એક અંદાજ મુજબ દશેરાએ અમદાવાદમાં સરેરાશ 8 લાખ કિલો જેટલા ફાફડા-જલેબી ખવાય છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકા ભાવ વધારો નોંધાયો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે.આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે.

અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિએશનના પ્રમુખ કમલેશ કંદોઇએ જણાવ્યું કે, તાજેતરમાં સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x