મનોરંજન

200 કરોડના મની લોન્ડરીંગ કેસમાં બોલિવુડની અભિનેત્રીઓને પૂછપરછ માટે EDનું તેડું

અભિનેત્રી નોરા ફતેહીને આજે ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સુકેશ ચંદ્રશેખર કેસમાં નોરાની પૂછપરછ થવાની છે. સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડની છેતરપિંડી અને ખંડણીનો આરોપ છે.દિલ્હીની તિહાડ જેલમાં કેદ સુકેશ ચંદ્ર શેખર દ્વારા 200 કરોડની છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અભિનેત્રી નોરા ફતેહીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. નોરાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે અને તેને આજે આ કેસમાં પૂછપરછમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ કેસમાં નોરા ફતેહીનું નિવેદન નોંધવા માંગે છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી કે નોરા આજની પૂછપરછમાં સામેલ થશે કે નહીં. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્ર શેખર અને તેની કથિત પત્ની અભિનેત્રી લીના પોલ તિહાર જેલની અંદરથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરવા બદલ જેલમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે અન્ય લોકોની જેમ સુકેશે નોરા ફતેહીને પોતાની જાળમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.

નોરા ઉપરાંત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પણ ઇડી દ્વારા ફરી સમન્સ પાઠવવામાં આવ્યું છે. આવતીકાલે પૂછપરછમાં જોડાવા માટે તેમને એમટીએનએલ ખાતે ઇડી ઓફિસમાં બોલાવવામાં આવી છે. જેલની અંદરથી સુકેશે કાવતરું ઘડીને જેકલીનને પણ તેની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x