ગાંધીનગરગુજરાત

રૂપાલ ગામમાં હજારો વર્ષોની પરંપરા અકબંધ, ઐતિહાસિક પલ્લીની પૂર્ણાહુતિ

ઐતિહાસિક રૂપાલ ગામમાં પલ્લીની પૂર્ણાહુતિ થતા મા વરદાયિની પલ્લી મંદિરના પ્રાંગણમાં મુકાઈ છે, જે દરમિયાન દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ દર્શન માટે યથાવત જોવા મળ્યો હતો. વહેલી સવારથી દર્શનાર્થીઓ દર્શન કરવા રૂપાલ પહોંચ્યા હતા જ્યાં પલ્લીમાં ઘી ચઢાવી માઇ ભકતોએ પોતાની માનતા પુરી કરી હતી.

ઐતિહાસિક રૂપાલની પલ્લીની પૂર્ણાહુતિ
મહત્વનું છે કે રૂપાલ ગામમાં હજારો વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે. અગાઉ લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયીની માતાજીની પલ્લી આ વર્ષે થોડા લોકોની હાજરીમાં જ હાઢવામાં આવી હતી, ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા. જ્યારે ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો.મા વરદાયિની પલ્લી મંદિરના પ્રાંગણમાં મુકાઈ 

અહી ઉલ્લેખનિય છે કે કોરોનાકાળ પહેલાં દરેક ચોકમાં ઘીના પીપડાં-ટ્રેક્ટર ભરેલા રહેતાં જેમાં ડોલે-ડોલે પલ્લી પર ઘીનો અભિષેક થતો હતો. જોકે કોરોનાને પગલે છેલ્લે બે વખતથી પલ્લીમાં ઘીની નદીઓ નથી વહીં, પરતું સામાન્ય દિવસોમાં રાત્રે નીકળતી પલ્લી આ વખતે વહેલી સવારે મંદિરે પહોંચી હતી, જો કે પલ્લી બન્યાના માત્ર એક જ કલાકમાં પલ્લી ચોકમાં ફરીને મંદિર પહોંચી હતી, પલ્લી યાત્રા દરમિયામ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉચ્ચઅધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો સહિત સુરક્ષ દળની ટુકડીઓ તૈનાત જોવા મળી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x