ગુજરાત

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, પેટ્રોલનો નવો ભાવ જાણો

પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધારાના કારણે મધ્યમવર્ગને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે.

૨૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધી ડીઝલના ભાવમાં ૫.૨૫ રૂપિયાનો વધારો થયો છે. ૨૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૧૭ વખત વધારો થયો છે. તો બીજી તરફ ૨૮ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ૪.૨૫ રૂપિયાનો વધારો થયો છે અને ૨૮ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ૧૪ વખત ભાવવધારો થયો છે.

સતત ભાવ વધારાના કારણે દિલ્લીમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૫.૧૪ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૩.૮૭ રૂપિયા થયો છે. બીજી તરફ મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૧૧૧.૦૯ રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૧.૭૮ રૂપિયા થયો છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો છે. જ્યારે હવે ડીઝલનો ભાવ ૧૨ રાજ્યોમાં ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, કેરળ, કર્ણાટકનો સમાવેશ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x