પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર આ પેટ્રોલિંગમાં લાગ્યા હતા. 2 હેલિકોપ્ટર દ્વારા 700 મીટર જેટલી ઉંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે સોમનાથ મંદિર Z+ સુરક્ષા ધરાવે છે. ખાસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સુરક્ષા તંત્રના તમામ વિભાગ સતત ખડેપગે રાખવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે આ ખુબ નીચી ઊંચાઈએ એટલે કે માત્ર 700 મીટરની ઊંચાઈથી આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મંદિરની સુરક્ષા સાથે આ સમુદ્રની સુરક્ષાનો પણ મામલો છે. આવામાં સુરક્ષા તંત્રના દરેક વિભાગ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.