આરોગ્યગુજરાત

ગુજરાતના આ પર્યટક સ્થળો પર રસીના બત્રે ડોઝ લીઘા હશે તેના માટે ખાસ ઓફર રહેશે

કોરોના વાયરસની રસીના બન્ને ડોઝ લીધા હોય એવા પ્રવાસીઓ માટે અંબાજી, જૂનાગઢ અને પાવાગઢ ખાતે ફ્રી રોપ-વે સફરની તક ઉભી થઈ છે. રોપવે સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ જણાવ્યુ હતું કે 24મી ઓક્ટોબરે પ્રથમ 100 મુસાફરોને આ સ્કીમનો લાભ મળશે.
લાભ લેવા માટે શરતો નીચે મુજબ છે.ઓનલાઈન બૂકિંગમાં આ લાભ નહીં મળે

રસીના બન્ને ડોઝનું સર્ટિફિકેટ જોઈશે.
ઓનલાઈન બૂકિંગમાં આ લાભ નહીં મળે
વહેલા તે પહેલાના ધોરણે લાભ અપાશે.જોકે ફ્રી રોપવે સફર માટે રસીના બન્ને ડોઝ લીધા હોવા ફરજિયાત છે. રસીનું ફાઈનલ સર્ટિફિકેટ 
(પ્રિન્ટ અથવાડિજિટલ) દર્શાવવાનું રહેશે. ઓનલાઈન બૂકિંગ કરાવનારને જોકે આ સ્કીમનો લાભ મળશે નહીં. એટલે કે જે મુસાફરો સવારે વહેલા રોપ-વે સ્થળે 
પહોંચે અને પહેલા બૂકિંગ કરાવશે એવા 100 મુસાફરોને જ આ લાભ મળશે. ભારતમાં 100 કરોડ રસીના ડોઝ અપાયા છે, તેનો આનંદ વ્યક્ત કરવા
માટે ઉષા બ્રેકોએ આ સ્કીમ શરૃ કરી હોવાનું કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x