ગાંધીનગર

ગાંધીનગરના મેયરપદે હિતેશ મકવાણાની વરણી અને પ્રેમલસિંહ ગોલ ડે. મેયર

ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયરની વરણી કરાઇ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ છે. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે આજે શહેરના પાંચમા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઇ છે. જ્યારે પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર ગાંધીનગરના નવા ડેપ્યુટી મેયર અને જશવંતલાલ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે.​​​​ તો શાશક પક્ષના નેતા તરીકે પારૂલબેન ઠાકોર અને દંડક તરીકે તેજલબેન નાઇની વરણી કરાઇ છે. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો, જ્યારે વોર્ડ નંબર – 6ના કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી અને વોર્ડ – 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો.

ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ

મેયરના નામની ચર્ચાઓનો અંત આવ્યો
ગાંધીનગર મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણી કુલ 44 બેઠકમાંથી 41 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે બે બેઠક પર કોંગ્રેસે અને એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. કોર્પોરેશનનું મેયરપદ પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરતભાઈ શંકરભાઇ દીક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશકુમાર પૂનમભાઈ મકવાણા રેસમાં હતા. બીજા અઢી વર્ષ માટે મેયરપદ સ્ત્રી માટે અનામત છે. આજે સવારે મળેલી સામાન્ય સભામાં છેલ્લા 15 દિવસથી ચાલતી કે ‘મેયરપદનો તાજ કોને શીરે’ તેવી ચર્ચાઓનો અંત આવ્યો છે. સવારે ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટે હિતેશ મકવાણાને મેયર તરીકે જાહેર કરવાનો મેન્ડેટ આપ્યો હતો.

છેલ્લી ઘડીએ મળેલી પાર્લમેન્ટરી બેઠકમાં મેયરના નામ મુદ્દે ચર્ચા
મનપામાં મેયર સહિતના પદાધિકારીઓનાં નામ અંગેની ચર્ચા બુધવારે મોડી સાંજે મળેલી ભાજપ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ બંને બહાર હોવાને પગલે બુધવાર સવાર સુધી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકનું કોઈ આયોજન થયું ન હતું. જોકે બપોર બાદ શોર્ટ નોટિસમાં મોડી સાંજે બેઠક બોલાવી દેવાઈ હતી, જેમાં મનપાના પદાધિકારીઓનાં નામની ચર્ચા થઈ હતી. ભૂતકાળમાં થયેલા જૂથવાદના અનુભવોને જોતાં આ વખતે ખભે-ખભા મિલાવીને કામ કરે તેવા પદાધિકારીઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x