ગુજરાત

પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવા સરકારે રચી કમિટી, હવે ગેરશિસ્ત કરશો તો લેવાશે એક્શન : DGP

ગુજરાતમાં ગ્રેડ-પેને લઇને ચાલી રહેલા આંદોલનને લઇને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મોડી સાંજે જાહેરાત કરી હતી કે ગ્રેડ-પેનો મુદ્દો ઉકેલવા કમિટીની રચના કરાઈ છે. આ કમિટીના અધ્યક્ષ બ્રિજેશ ઝા રહેશે. કમિટીમાં પાંચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. કમિટીને તમામ તપાસના અધિકાર આપવામાં આવ્યા છે. કમિટી ત્વરિત રિપોર્ટ આવે તેવી ભલામણ કરવામાં આવી છે. દરેકની રજૂઆત સાંભળવામાં આવશે. ગેરશિસ્ત કરનારા સામે કાર્યવાહી કરાશે. સોશિયલ મીડિયમાં ખોટી પોસ્ટ મુકવા બદલ 4 સામે ગુના નોંધાયા છે.

રાજ્ય સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે જે પાંચ સભ્યોની કમિટી રચવામા આવી છે તે પોલીસ પરિવારે રજૂ કરેલા તમામ મુદ્દાઓનો અભ્યાસ કરશે. રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ કહ્યું હતું કે, પોલીસ પરિવાર અરજી કે રજૂઆત કરશે તો તેને કમિટી દ્વારા સાંભળવામા આવશે. પણ સમિતિમાં હાલ તેઓના સમાવેશની કોઈ આવશ્યકતા નથી.

રાજ્ય સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામા આવી છે તે ક્યાં સુધીમાં તપાસ રિપોર્ટ આપશે તે અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરાઈ નથી. જો કે, રાજ્ય પોલીસ વડાએ કહ્યું હતું કે, કમિટી વહેલામાં વહેલી તકે સમગ્ર મામલાનો અભ્યાસ કરી રિપોર્ટ તૈયાર કરશે અને સરકારને સોંપશે.

પોલીસ ગ્રેડ પે મામલે જે પાંચ સભ્યોની કમિટી રચવાની જાહેરાત કરવામા આવી છે. તેમાં અધ્યક્ષ તરીકે પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) બ્રજેશ કુમાર ઝા, સભ્ય તરીકે નાણા વિભાગના સચિવ, સભ્ય તરીકે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ, સભ્ય તરીકે ગૃહ વિભાગના નાયબ સચિવ જીગર પટેલ અને સભ્ય સચિવ તરીકે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી કચેરીના મુખ્ય હિસાબી અધિકારીનો સમાવેશ કરવામા આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x