રશિયામાં કોરોના બેકાબૂ થતાં કેટલાંક શહેરોમાં આટલા દિવસ લૉકડાઉન લગાવવામાં આવ્યું
આખા વિશ્વમાં કોરોનાએ પોતાનું ખરાબ રૂપ બતાવી રહ્યું છે ત્યારે રશિયામાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. કોરોના બેકાબૂ બનતા દરરોજ નોંધાતા નવા કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 40,069 કેસ નોંધાયા છે અને 1159નાં મોત થયા છે. આને કારણે રાષ્ટ્રપતિ પુતિન દ્વારા મોસ્કો સહિત કેટલાંક રાજ્યોમાં 11 દિવસનું લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
ગુરુવાર 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સ્કૂલો, કોલેજો, મૉલ, રેસ્ટોરાં અને બજારો બંધ રાખવાના આદેશ અપાયા છે. જિમ, મનોરંજનનાં સ્થળો તેમજ આવશ્યક ચીજો સિવાયના સ્ટોર્સ 11 દિવસ બંધ રાખવામાં આવશે. જો કે રેસ્ટોરાં અને હોટલો હોમ ડિલિવરી માટેનાં ઓર્ડર્સ લઈ શકશે. ઓફિસો તેમજ જાહેર માર્ગ પરિવહન સેવા બંધ રહેશે.