આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના અચાનક વઘતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રીનુ મોટું નિવેદન સામે આવ્યું

ગાંધીનગર :
રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. 10 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 36 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,521 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે એક પણ મોત થયું નથી. ગઈકાલે 4,09,727 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
તહેવાર બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવવા મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર કોરોના મામલે ઢીલાપણું રાખવા માંગતી નથી. આજે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કેસો સંદર્ભે અને વેકસીનેશન દ્રાઈવ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. દેશમા કોરોનાની ત્રીજી લહેર ન આવે તે બાબતે ચર્ચા થઈ હતી. કોરોનાના બીજા ડોઝ માટે લગભગ 32 લાખ લોકોએ ડોઝ નથી લીધો ત્યારે આ 32 લાખ લોકો ને બીજો ડોઝ આપવામાં માટે અભિયાન ચલાવવામાં આવશે. આશા વર્કર બહેનો ને ઇનસેન્ટિવ આપી ને પણ બાકી રહેલ વેકસીનેશનની કામગીરી પુરી કરવામાં આવશે. સેલ્ફ હેલ્ફ ગ્રુપ કે આશા વર્કર ને કેટલું ઇનસેન્ટિવ આપવું તે નક્કી કરવામાં આવશે.
ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે, પાછલા થોડો સમય લોકો તહેવારમાં બહાર ગયા હતા. ત્યારે જ્યાંથી કેસ મળ્યા છે અને જ્યાંથી ટ્રાન્સફર થઈને આવ્યા છે તેને ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે. આશા રાખીએ કે કેસો વધુ ન આવે. જોકે કેસ વધશે નહીં તેની આગાહી કરી ન શકાય. બિન ચેપી રોગોના કારણે મૃત્યુ નું પ્રમાણ વધુ હોય છે. જેને લઈને રાજ્ય સરકાર નિરામય યોજના શરૂ કરવા જઈ રહી છે. શુક્રવારે નિરામય યોજના તરીકે ઉજવણી કરવામાં આવશે. જ્યાં તપાસ અને ચકાસણીની કામગીરી કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x