ગુજરાત

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં જુનિયર ડોકટરોનું પ્રદર્શન, NEET PG કાઉન્સેલિંગ ઝડપથી શરૂ કરવા માંગ

અમદાવાદ :

અમદાવાદની (Ahmedabad) બી.જે.મેડિકલ કોલેજ(BJ Medical College)ખાતે જુનિયર ડોકટર (Junior Doctor) એસોસીએશને સરકાર સામે વધુ એક વખત વિરોધ કર્યો છે. NEET PG કાઉન્સેલિંગ 4 સપ્તાહ માટે મોકૂફ રાખતા નવા ડોકટરની અછત સર્જાઈ છે.. જેથી અત્યારના રેસીડેન્ટ ડોકટરની કામગીરીનો બોજો વધ્યો છે.

ત્યારે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબના કારણે ઓલ ઈન્ડિયા એસોસિએશનના તમામ ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે અંતર્ગત બી.જે.મેડિકલ કોલેજના ડોક્ટરોએ પીજી ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ છે અને વારંવાર કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઇ હકારાત્મક પગલાં ન લેવાતા વિરોધ પ્રદર્શન કર્યુ છે.

આ તે ઉપરાંત સોમવારે બી.જે. મેડિકલ સહિત તમામ રેસિડેન્ટ ડોકટરો OPDના કામકાજથી અળગા રહી હડતાળ પર ઉતરશે અને માત્ર ઈમરજન્સી સેવાઓ જ શરૂ રાખવા ચીમકી ઉચ્ચારી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x